આણંદ : લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ દર ગુરુવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટી આણંદ કાર્યાલય ખાતે લોકોના પ્રશ્નો સાંભળવા માટે હાજર રહેશે.
આણંદ જિલ્લાના નાગરિકોના પ્રશ્નોની રજૂઆત સાંભળીને તેનું ઝડપથી નિરાકરણ લાવી શકાય તે માટે સાંસદ મિતેશભાઈ પટેલ દર ગુરુવારે સવારે ૧૦ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટી આણંદ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે.