Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદમાં ધુવારણ પાવર પ્લાન્ટમાં ૫ કરોડની કિંમતના ટર્બાઇન બકેટ્‌સની ચોરી : ૭ અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ…

૭ અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ…

આણંદ : ધુવારણના પાવર પ્લાન્ટ એટલે જી.એસ.ઇ.સી.એલના અંદાજીત પ કરોડની કિંમતના ટર્બાઇન બકેટ્‌સ અને સાઉન્ડ ગાયબ થવાની ફરીયાદ એડીશનલ ચીફ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દિલમસીંગ વસાવાએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવી છે.

ફરજમાં પાવર પ્લાન્ટની તમામ વહીવટી કામગીરી મારી દેખરેખ એડી.ચીફ એન્જિનિયરના નીચે કરવાની હોય છે. ધુવારણ જી.એસ.ઇ. સી.એલ ખાતે કુલ ત્રણ ગેસ આધારીત પ્લાન્ટ તથા એક સોલર આધારીત પ્લાન્ટ આવેલો છે. તથા એક સોલર આધારીત પ્લાન્ટના બાંધકામનુ કામ ચાલુ છે. ધુવારણ જી.એસ.ઇ. સી. એલ ખાતે સુરક્ષાના હેતુસર સરકારની એક તેમજ ખાનગી કોન્ટ્રાક્ટ દ્રારા સિક્યોરિટી ગાર્ડના માણસો દ્રારા સુરક્ષાની કામગીરી કરવામાં આવે છે.
જે સિક્યુરિટી કર્મચારીઓમાં સરકારી તથા ખાનગી કોન્ટ્રાક્ટના માણસો તેમાં ફરજ બજાવે છે. જે સીક્યુરીટી કર્મચારીઓના સુપરવિઝનની તેમજ પ્લાન્ટના સલામતીને સંલગ્ન તમામ જવાબદારી સીનીયર એસ.ઓ. બી.એમ. મકવાણા તથા એસ. જી. લેવાનાઓની છે. ધુવારણ જી. એસ. ઇ. સી. એલ ખાતે સ્ટોર રૂમમાં રાખેલ પ્લાન્ટના મટીરીયલનું વાર્ષિક ઓડીટ થતુ હોય છે. જેમાં ઓડીટની એક ટીમની રચના કરવામાં આવે છે. જે ટીમમાં અન્ય ડીપાર્ટમેન્ટના કર્મચારીઓની નિમણૂંક થતી હોય છે.

જે ટીમ દ્રારા સ્ટોરના તમામ મટીરીયલની ખરાઇ કરવામાં આવે છે અને જેનો અહેવાલ અમોને તથા અમારી ઉપરી કચેરીને રીપોર્ટ સબમીટ કરતા હોય છે. જી.એ સ. ઇ. સી.એલ ધુવારણ ખાતે છેલ્લે સને ૨૦૨૦ જુન/જુલાઇ મહિનામાં ઓડીટ કરેલ હતુ. અને ૨૦૨૧નું વાર્ષિક ઇન્વેન્ટરી ઓડીટ હાલ ચાલુ છે. જી.એસ.ઇ. સી. એલ ધુવારણ ખાતે ગેસ આધારીત પાવર પ્લાન્ટ આવેલો છે. જેના અલગ-અલગ ત્રણ પ્લાન્ટ છે જે પૈકી એક પ્લાન્ટ સીસીપીપી-૧ આવેલ છે.

Related posts

આણંદ જિલ્‍લા સહિત ૧૨ જિલ્લાઓમાં ૧૫૪ જેટલા સ્ટોક ધારકો પાસેથી  રૂા.૬.૯૭ કરોડનો દંડ વસુલ…

Charotar Sandesh

૩૧ ઓક્ટોબરના સરદાર પટેલ જયંતિ નિમિત્તે ઉમરેઠ ખાતેથી ૫૦ કારની રેલી અમદાવાદ જવા નીકળી

Charotar Sandesh

ઓનલાઈન છેતરપીંડીના બનાવમાં પ્રોફેસરને ૯૩૨૨ની રકમ પરત અપાવતી વિદ્યાનગર પોલીસ…

Charotar Sandesh