Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં ધોધમાર ૭ ઈંચ વરસાદ ખાબક્યો : નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા… જુઓ તસ્વીરો…

શુક્રવારે સવારે આણંદમાં જાણે આભ ફાટ્યું હોય એમ સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીના ૪ કલાકમાં ૭ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે…

જાહેર માર્ગો ઉપર વરસાદી પાણીના ભરાવાથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન…

શહેરમાં ઠેર-ઠેર ભરાયા પાણી : પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી !

સવારે ૪ કલાકમાં ૭ ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા, રસ્તાઓ પર નદી વહેતી હોય એવાં દૃશ્યો
ઠેર-ઠેર ઢીંચણ સમા પાણી ભરાતાં ઘણી ઓટો રીક્ષાઓ બંધ થઈ જતાં રાહદારીઓ-નોકરી જતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો…!

થોડા દિવસો અગાઉ જ ખુલ્લું મુકાયેલ તુલસી ગરનાળું પહેલા વરસાદમાં છલોછલ ભરાયું..! વાહનચાલકોને મુશ્કેલી મુકાયા…!

આણંદ : આણંદમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. આ બે દિવસમાં મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. હજુ પણ આકાશમાં ઘેરાયેલાં કાળાં ડિબાંગ વાદળો જાણે ધરતીને તરબોળ કરવા તૈયાર હોય એમ જણાઈ રહ્યાં છે. શુક્રવારે સવારે આણંદમાં જાણે આભ ફાટ્યું હોય એમ સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીના ૪ કલાકમાં ૭ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેમાં ૬થી ૮ વાગ્યા સુધીમાં ૫ ઇંચ અને ૮થી ૧૦ વાગ્યા સુધીમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

બુધવાર રાત્રિથી શુક્રવાર સવાર સુધીમાં આણંદ તાલુકામાં ૧૩ ઇંચ જેટલો અધધધ વરસાદ ખાબકી ચૂક્યો છે. આણંદમાં વરસાદે મહેર કરી છે. દિવસભરના ભારે બફાટ બાદ પવન સાથે ખબકેલા ભારે વરસાદથી વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી છે. વરસાદના આગમને જ આણંદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં નાગરિકોને ભારે હાલાકી ઊભી થઈ છે.

Related posts

ગુજરાતમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૯૪૯ કેસો : આણંદ જિલ્લામાં વધુ ૭ પોઝીટીવ નોંધાયા…

Charotar Sandesh

અવિચલદાસજી મહારાજ સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે ૨૧મા કૈવલ સમૂહલગ્નોત્સવ યોજાયો…

Charotar Sandesh

આણંદ અને મોરબીમાં અકસ્માતની ઘટના, આણંદમાં બે બાળકો સહિત ૩ના કરૂણ મોત

Charotar Sandesh