૧૦૦ની ૬૦, ૨૦૦ની ૨૪, ૫૦૦ની ૪૪ અને ૨ હજારની ૩૬ નોટો સાથે બાઈક કબજે કરાયું…
આણંદના સરદાર ગંજમાં નોટો વટાવવા માટે આવતાં શહેર પોલીસે બિછાવેલી જાળમાં ઝડપાઈ ગયો…
આણંદ : આણંદ ટાઉન પો.સ્ટેના શાસ્ત્રી બાગ પાસેથી એક ઈસમને ભારતીય બનાવટી ૫૦,૧૦૦,૨૦૦,૫૦૦, તથા ૨,૦૦૦ ના દરની નકલી ચલણી નોટો નંગ -૨૨૮ (ભારતીય ચલણ મુજબની (કિ.રૂ.૧,૨૮,૨૫૦/-) ના જથ્થા સાથે આણંદ ટાઉન પોલીસ (સર્વેલન્સ સ્ટાફ) નાઓએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દેશના અર્થતંત્રને કેટલાક દેશ વિરોધી માનસ ધરાવતા વ્યક્તીઓ/ સંસ્થાઓ ભારતીય બનાવટી નકલી ચલણી નોટો મોટા પ્રમાણમાં આપી તે નોટોને વ્યવહારોમાં ફેલાવવા માટે ઉપયોગ કરતા હોય છે. આવા સંજોગોને પોહચી વળવા મહે, પોલીસ અધીક્ષક શ્રી અજીત રાજીયાણ સાહેબ તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી બી.ડી.જાડેજા સાહેબ નાઓએ આપેલ સુચના આધારે પો.ઈન્સ શ્રી વાય.આર.ચૌહાણ સાહેબ નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઈ શ્રી કે.જી.ચૌધરી સાહેબ નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો. સચીન વસંતરાવ તથા પો.કો. રાજનસિંહ બંશીધર નાઓને બાતમી હકીકત મળેલ કે એક કાળા કલરનુ લાલ અને સિલ્વર પટ્ટા વાળુ હિરો કંપનીનું એચ.એફ.ડીલક્ષ મો.સા. નંબર ય્ત્ન-૨૩-મ્ઊ-૭૧૨૭ ઉપર એક ઈસમ ભારતીય ચલણની જુદા જુદા દરની ઘણી બધી બનાવટી નોટો લઈ આણંદ શહેર વિસ્તારમાં વટાવવા સારુ આવી રહેલ છે. અને તેઓ પોતાના કબજાની મો.સા. લઈ ચીખોદરા ચોકડી તરફથી આવી ગણેશ ચોકડી થઈ ગુરુદ્વારા સર્કલ થઈ આણંદ ગંજ બજાર તરફ જનાર છે. જે બાતમી હકીકત આધારે એ ઈસમને રોકી નામ ઠામ પુછતા જીગ્નેશકુમાર ભુપેન્દ્રભાઈ પટેલ ઉ.વ. ૪૬ રહે, ઓડ ગામ સરદાર ચોક,ગાયત્રી મંદીર પાસે તા.જી.આણંદનો હોવાનું જણાવેલ અને તેની અંગ જડતી તપાસ કરતા તેઓના કજામાંથી કેટલીક નકલી ભારતીય ચલણી નોટો મળી આવતા આ બાબતે પુછપરછ કરતા આ નોટો પોતાના રહેણાંક મકાને કલર પ્રિન્ટર મારફતે છાપેલ હોવાનું જણાવતા તે ઈસમને સાથે રાખી તેઓના રહેણાંક મકાને જઈ તપાસ કરતા અન્ય ઘણી નકલી ભારતીય બનાવટી નોટો તેમજ નોટો બનાવવાના સાધનો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી કજે કરેલ છે.
મળેલ મુદ્દામાલમાં રૂ .૫૦/-તથા રૂ. ૧૦૦/-તથા રૂ .૨૦૦/-તથા રૂ .૫૦૦/ -તથા રૂ .૧૦૦૦/ ના દરની કુલ નોટો નંગ -૨૨૮ જેની ભારતીય ચલણ મુજબની કિ.રૂ. ૧,૨૮,૨૫૦/-જેની કિ.રૂ .૦૦/ ૦૦ તથા મો.સા. કિ.રૂ.રપ, ૦૦૦/-તથા કલર પ્રિન્ટર કિ.રૂ. ૮,૦૦૦/-તથા ભારતીય ચલણના ૫૦૦ તથા ૨,૦૦૦ ના દરની છપાયેલ છ૪ સાઈઝના કાગળો તથા કટર તથા કાતર તથા લીલા કલરની મળી કુલ કિ.રૂ. ૩૩,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ આરોપી પોતાના ઘરમાં આવેલ એકાંત રૂમમાં તેની પાસેના કલર પિન્ટર મારફતે ભારતીય ચલણની નકલી નોટો છાપી બજારમાં ભીડ-ભાડ વાળી દુકાનમાં તથા સાંજના સમયે જે દુકાનના કાઉન્ટર ઉપર સીનીયર સીટીઝન બેઠેલ તેવી દુકાનમાં જઈ આ ભારતીય ચલણની નકલી નોટો દુકાનમાંથી કઈક વસ્તુ ખરીદી કરી નકલી નોટો બજારમાં ચલાવતો હતો.