૪૫ લાખ રોકડની લૂંટ થઈ છે તેવી જાણકારી મળતા આણંદના પોલીસ સુપ્રીટેન્ડન્ટ મકરંદ ચૌહાણ હરકતમાં આવ્યા હતા તેમણે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપને એકટીવ કર્યા હતા…
આણંદ તા. ૧૦ ઓકટોબરના રોજ આણંદમાં આંગડિયા પેઢી ચલાવતા જયંતિભાઈ ઠક્કર અને તેમનો પુત્ર સવારે બુલેટ મોટર સાયકલની ઉપર થેલો લઈ નિકળ્યા હતા પૈસા ભરેલો થેલો મોટર સાયકલની ટાંકી ઉપર મુકેલો હતો સવારના આઠ વાગ્યાના સુમારે તેઓ લાંભવેલ હનુમાન મંદિર પાસે પહોંચ્યા ત્યારે એક પલ્સર મોટર સાયકલ ઉપર બે વ્યકિતઓ આવી અત્યંત ઝડપે તેમણે ટાંકી ઉપર રહેલો થેલો આંચકી ફરાર થઈ ગયા હતા, પિતા પુત્રએ તેમનો પીછો પણ કર્યો પણ આરોપીઓ હાથ લાગ્યા નહીં તેથી તેઓ તરત ગ્રામ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જયારે ૪૫ લાખ રોકડની લૂંટ થઈ છે તેવી જાણકારી મળતા આણંદના પોલીસ સુપ્રીટેન્ડન્ટ મકરંદ ચૌહાણ હરકતમાં આવ્યા હતા તેમણે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપને એકટીવ કર્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર રાધેશ્યામ વિરાણીએ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી કરવાનો આદેશ આપી પોતાની ટીમના પોલીસ સબઈન્સપેકટર આર વી વીંછી, એન ડી નકુમ અને ડી બી ડાભીને વિવિધ કામગીરી સોંપી હતી, જેમાં નાકાબંધી દરમિયાન ભાલેજ પોલીસે સંદેશો મોકલ્યો કે એક બીનવારસી પલ્સર મોટર સાયકલ તેમને મળી આવ્યુ છે આથી આણંદની ટીમ ત્યાં પહોંચી તો તેમણે જોયુ કે હજી મોટર સાયકલનું એન્જીન ગરમ હતું.
આથી પોલીસે અંદાજ લગાવ્યો કે લૂંટારૂઓ સાથે અન્ય આરોપીઓ છે પણ પોલીસે તે કારની તપાસ શરૂ કરતા બનાવના દિવસે આ કાર સવારે છ વાગે એકસપ્રેસ વે ઉપરથી આણંદમાં પ્રવેશ કરતી દેખાય છે અને તે જ કાર ભાલેજમાં પણ જોવા મળે છે, પોલીસ આ નંબરની કારના ટ્રેક શરૂ કરતા કારણ ડાકોરના સીસીટીવી ફુટેજમાં નજરે પડી હતી ત્યાંર એક ઈકો કાર આવી જતી દેખાય છે. આટલી માહિતીને આધારે આણંદ પોલીસ બલાજી સોંલકીના ગામ પહોંચી હતી અને ત્યાં લોકોની પુછપરછ કરતા બે વાતનું સમર્થન મળ્યુ હતું જેમાં પહેલા બાલાજી સોંલકી પાસે સેવરોલેટ કાર છે અને તેમના ઘરે કેટલાંક હિન્દી ભાષી યુવકો આવેલા છે, આ માહિતીને આધારે આણંદ પોલીસ પોતાની ટીમ સાથે બાલાજી સોંલકીના ઘરે ત્રાટકી તો તેમનો અંદાજ સાચો નિકળ્યો પોલીસે લૂંટ કરનાર બલાજી સોંલકી પીન્ટુ જૈન, સોનુ દિલ્હી અને જગો રાવળ અને ભીમ નામનો આરોપીઓ ઝડપાઈ ગયા હતા આ ગેંગે અગાઉ પણ અમદાવાદ અને ગાંધીનગરમાં લૂંટ કરી ચુકી હતી પરંતુ પોલીસ તેમને પકડી શકી ન્હોતી, પોલીસની પુછપરછમાં બીજી હકિકત સામે આવી જેમાં આ ગેંગ દ્વારા જયંતિ ઠક્કરના પુત્રને ફેબ્રુઆરીમાં લૂંટવાનો પ્રયાસ થયો હતો જેમાં ઠક્કના પુત્રને ચાકુ વાગવા છતાં તેણે થેલો છોડયો ન્હોતો અને બુમાબુમ કરતા લોકો આવી ગયા જેના કારણે આરોપીઓ ફરાર થઈ ગયા પણ આ મામલે લૂંટ નિષ્ફળ ગઈ જેના કારણે જયંતિ ઠક્કરે કોઈ પોલીસ ફરિયાદ કરી ન્હોતી.