-
રૂા. ૭૫૪.૪૩ લાખના ખર્ચથી તૈયાર થયેલ…
-
ગુજરાત હવે પર્યાવરણની રક્ષા સાથે ઈ-બસની દિશામાં અગ્રેસર થશે – મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
આણંદ : આણંદ આર.ટી.ઓ કચેરીનું ઈ-તક્તિથી ઓનલાઈન જાહેર જનતાને લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, આપણે સૌ આજે ફીઝીકલી નહી પણ ડીઝીટલી વ્યવસ્થાઓ ઉભી કરીને મળી રહ્યા છીએ અને કોરોનાને લડત આપી આપણી વિકાસની યાત્રા ચાલુ રાખી છે તેમ જણાવી રૂા. ૪૫ કરોડનાં ખર્ચથી રાજ્યની જનતાને સુંદર સુવિધા વાળા પાંચ બસ સ્ટેન્ડ અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ એવા આર.ટી.ઓ કચેરીના ભવન જનતાને અર્પણ કર્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ કે, જાહેર જનતાને સરકારી સેવા મેળવવામાં તકલીફ ન પડે અને તેમના કામો સરળતાથી થાય તેવી વ્યવસ્થા અને સુવિધા વાળા સંકુલો આજે ગુજરાતની પ્રજાને મળ્યાં છે.
કોરોના સંક્રમણ સમયથી એસ.ટી. નિગમની બસો દ્વારા અપાયેલ સેવાઓની સરાહના કરતા મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, દેશભરમાં આપણી બસો દોડી અને હજ્જારો લોકોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં સફળતા મેળવી છે. હવે પર્યાવરણની સુરક્ષા સાથેની ઈ-બસની સુવિધાઓ રાજ્યની જનતાને પ્રાપ્ત થાય તે દિશામાં ગુજરાત અગ્રેસર થઈ રહ્યું છે ચેક પોસ્ટ નાબુદીથી થયેલા ફાયદાની વિગતો આપી તેમણે જણાવ્યું કે, લર્નિંગ લાયસન્સ માટે સરળતા, રિન્યું કરવા ખૂબ સરળ કરી આખરે જાહેર જનતાની સરળતામાં વધારો કર્યો છે..
રાજ્યનાં વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે રાજ્યમાં એસ.ટી. નિગમ, વાહન વ્યવહાર વિભાગ અને આર.ટી.ઓ કચેરીઓમાં આમૂલ પરીવર્તન આવ્યું છે અને જાહેર જનતાને સુવિધા અને સરળતાનો અહેસાસ થઈ રહ્યો છે.
આર.ટી.ઓ કચેરીઓ માટે બદલાતા સમયને અનુરૂપ સુવિધાઓ, વ્યવસ્થાઓ સાથે આજે રાજ્યમાં નવા પાંચ બસ સ્ટેન્ડ કર્મચારીના રહેઠાણ સાથેના નિર્માણ કરાયુ અને આધુનિક ટેક્નોલાજી સાથેના આ ભવનો જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યાં છે અને અમને આશા છે કે આ સુવિધાઓ મુસાફર જનતા અને આર.ટી.ઓ કચેરીના કામો માટે જનતાને સરળ અને ઉપયોગી બની રહેશે.
પ્રારંભે રાજ્યભરમાં આજે મુસાફર જનતા માટે નૂતન બસ સ્ટેન્ડ અને આર.ટી.ઓ કચેરી સંકુલોની વિગતો આપી રાજ્યનાં રાજ્યકક્ષાના પરિવહન મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે સૌને આવકાર આપ્યો હતો.
આર.ટી.ઓ ભવન ખાતે ઉપસ્થિત આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું કે, ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે અને વૈશ્વિક હરોળમાં જઈ રહ્યા છીએ ત્યારે સમયનાં અભાવે અને અછતમાં માત્ર ડિઝીટલ સેવાઓ જ જનતાને અનુકુળ આવી રહી છે અને ગુજરાત તે દિશામાં દેશભરમાં અગ્રેસર થઈ રહ્યું છે.
ગુજરાતમાં આજે રાજ્યભરમાં પાંચ નવા બસ સ્ટેન્ડ,બસ કર્મચારી રહેઠાણ અને આર.ટી.ઓ. કચેરીના નૂતનભવનોનું ગાંધીનગર ખાતેથી રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઓનલાઈન ઈ તક્તિના અનાવરણથી જાહેર જનતાની સેવા માટે લોકાર્પણ કર્યા હતા. જેમાં રૂા. ૭૫૪.૪૩ લાખના ખર્ચથી તૈયાર થયેલ સુવિધા યુક્ત આણંદ આર.ટી.ઓ કચેરીનો પણ સમાવેશ થયો હતો.
ગાંધીનગર ખાતે રાજ્યનાં વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી ફળદુ અને વરીષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઈ-તક્તિ અનાવરણવિધિનો સમારોહ યોજાયો હતો. જેમાં આણંદ ખાતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી મયુર ભાઈ રાવલ, ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, અગ્રણી શ્રી મહેશભાઈ પટેલ, શ્રી સુભાષભાઈ, શ્રી વિમલભાઈ, શ્રી પ્રદિપભાઈ, શ્રી હંસાકુવરબા રાજ, એ.આર.ટીઓ શ્રી નિમિષા પંચાલ, અને આર.ટી.ઓ કચેરીના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ સામાજિક અંતર અને આરોગ્ય ચકાસણી તેમજ સૌ માસ્ક પહેરીને આરોગ્યના નિયમોનું પાલન કર્યું હતું.