ઉત્તરાયણમાં પતંગની બોલાચાલીની અદાવતે જુમ્માની નમાઝ દરમિયાન બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ હિંસા ભડકી ઉઠી…
ફાયરિંગમાં ગોળી વાગવાથી એક આધેડની મોત રિક્ષામાં મુસાફર તરીકે બેઠેલા આધેડને વાગી ગોળી…
આણંદ : ખંભાતના અકબરપુરામાં આજે જુમ્માની નમાઝના સમયે બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે અથડામણ સર્જાઈ હતી. આ દરમિયાન LCB પીઆઈએ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં છકડામાં બેસવા જઈ રહેલા વિનોદ ચાવડા નામના નિર્દોષ નાગરિકનું મોત થયું હતું. જો કે, પોલીસની હાજરીમાં જ પથ્થરમારા અને આગચંપીના બનાવ બન્યા હતા. પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા હતા અને હાલમાં પરિસ્થિતિ કાબૂ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ખંભાતના અકબરપુરા વિસ્તારમાં ઉત્તરાયણના સમયે બે જૂથ વચ્ચે પતંગ ચગાવવા બાબતે ઝઘડો થયો હતો. તે વખતની અદાવત રાખીને કેટલાક તત્ત્વોની ઉશ્કેરણીથી શુક્રવારે બપોરે બંને જૂથ સામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસ હાજર હોવા છતાં પણ તોફાની તત્વોએ એકબીજાના ઘર પર પથ્થરમારો ચાલું રાખ્યો હતો. ટોળાએ કેટલાક ઘરમાં આગ પણ લગાવી દીધી હતી. હાલમાં સ્થાનિક પોલીસ સહિતનો મોટો પોલીસ કાફલો અકબરપુરા પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી છે.
બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું તોફાની ટોળાએ સામસામે પથ્થરમારો અને ઘરોમાં આગચંપી કરી હતી. તોફાની ટોળાએ પોલીસની ગાજરીમાં જ પથ્થરમારો કર્યો હતો આમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા એલસીબી, SOG અને DYSP અને DSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ખંભાત અને આસપાસના વિસ્તારની તમામ પોલીસ હાલ અકબરપુરામાં ખડકી દેવામાં આવી છે અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. તોફાની તત્વોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.