આણંદ : અમદાવાદથી કેવડીયા કોલોની જઇ રહેલી જન શતાબ્દી ટ્રેન આણંદ સ્ટેશને આવી પહોચતા આણંદના વિવિધ મહાનુભાવો એન સાધુ સંતોના પ્રતિભાવો સાંપડ્યા છે.
વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાના કાઉન્સીલર શ્રીમતિ સોનલબેન પટેલે જણાવ્યું કે, આજનો દિવસ મારા માટે ભાગ્યશાળી છે કારણ કે, મારે પ્રથમ દિવસે પ્રથમ ટ્રેનમાં આણંદથી બેસી કેવડીયા જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે અને સરદાર પટેલ સાહેબની વિરાટ પ્રતિમાના દર્શન કરી શકાશે. જે બદલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ખૂબ ખૂબ આભાર.
ગોકુલધામ નારના સુકદેવ સ્વામી અને હરિકૃષ્ણ સ્વામીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ કરી રહ્યો છે જે દેખાઇ આવે છે અને સરદાર પટેલ સાહેબની જોડે બધાના દિલ અને ભાવનાઓ જોડાયેલી છે જેથી કેવડીયા માત્ર જોવાનું સ્થળ નથી રહ્યું પરંતુ એકતા અને અખંડડિતતાને જોડવાનું રાષ્ટ્રિય તિર્થ બની ગયુ છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી આર.વી.વ્યાસે જણાવ્યું કે, આજે મને લોહપુરૂષને વંદન કરવાની તક મળી છે તે માટે હું ધન્યતા અનુભવુ છુ દેશના અને ગુજરાતના પર્યટન સ્થળમાં કેવડીયાનો ઉમેરો થયો છે હું કરમસદમાં ભણ્યો છુ અને બાળપણ પણ કરમસદમાં વિતાવ્યું છે માટે મને કેવડીયા રૂબરુ જઇ સરદાર પટેલ સાહેબની વિરાટ પ્રતિમાને વંદન કરવાનો આજના ઐતિહાસીક દિને ટ્રેન મારફતે જવાનો લહાવો મળ્યો છે તે માટે વિશેષ આનંદ છે.
અનુપમ મિશન મોગરીના સાધુ શ્રી સતિષભાઇ પટેલ અને સાધુ શ્રી મણીભાઇ પટેલ અને સાથે આવેલ દશરથભાઇ પટેલે જણાવ્યું કે, અમે છેલ્લા ઘણા સમયથી કેવડીયા ખાતે સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છીએ ત્યારે આજે દેશ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અવિરત વિકાસ કામ કરી રહ્યો છે જે અમો અનુભવીએ છીએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
વલ્લભવિદ્યાનગરના આર્ટીસ્ટ (ચિત્રકાર) શ્રી કનુભાઇ આર.પટેલે જણાવ્યું કે, કેવડીયા આંતરરાષ્ટ્રિય સ્તરનું કેન્દ્ર બન્યું છે માત્ર પાણીની યોજના નર્મદા સરોવર ન રહેતા કેવડીયા હવે પર્યટનનું સ્થળ બની ગયુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની સુવિધાઓમાં રેલ્વે કનેકશનનો ઉમેરો થતા હવે વધુ લોકો કેવડીયા પહોચી શકશે તેનો મને આનંદ છે.
આણંદના સાંસદશ્રી મિતેશભાઇ પટેલે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે જતા પ્રવાસીઓને કોઇ પણ જાતની તકલીફ ન પડે તે જોવાનું કામ દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ કરી રહ્યા છે અને લોકોની સુખ સુવિધામાં ઉમેરો કરી રહ્યા છે ત્યારે હું પ્રધાનમંત્રીશ્રીનો આભાર પ્રગટ કરૂ છુ અને સાથો સાથ આજે કેવડીયા જતી ટ્રેનમાં આણંદથી બેસીને જઇ રહ્યો છુ ત્યારે આનંદની લાગણી અનુભવું છું.