Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાંથી ૧૧૯૯ પરપ્રાંતીયોને સ્પેશિયલ ટ્રેન મારફતે માદરેવતન મોકલાયા…

  • આણંદથી લખનઉ નોનસ્ટોપ સ્પેશિયલ ટ્રેન રવાના કરાઈ…
  • જિલ્લાભરનાં પરપ્રાંતિઓને બસ મારફતે શ્રમિકોને આણંદ રેલવે સ્ટેશને પહોંચાડ્યા…
  • ખાસ ફરજ પરનાં સચિવશ્રી, કલેક્ટરશ્રી અને સાંસદશ્રીએ ટ્રેનને લીલી ઝંડી આપી ઉષ્માભરી વિદાય આપી…

આણંદ : આણંદ જિલ્લામાં રહેતા પરપ્રાંતીય નાગરિકોને તમામ કાર્યવાહી બાદ આજે આણંદ રેલવે સ્ટેશનથી લખનઉ (યુ.પી) જવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આજે આણંદ રેલ્વે સ્ટેશનથી  ખાસ ફરજ ઉપરનાં સચિવ શ્રી સંદિપકુમાર, કલેક્ટર શ્રી આર.જી. ગોહિલ અને સાંસદ શ્રી મિતેશભાઈએ લીલી ઝંડી આપીને ટ્રેનને ઉષ્માભરી વિદાય આપી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આણંદ જિલ્લામાંથી કુલ ૧૧૯૯ પરપ્રાંતિઓને  આણંદથી લખનઉ(યુ.પી)ની સ્પેશિયલ ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ માદરે વતન મોકલવામાં આવ્યા હતા.

આ પરપ્રાંતિય નાગરીકોને સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગનાં પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ટ્રેનમાં સવાર થઈને વતનની વાટ પકડી હતી. લોકડાઉનનાં અમલ બાદ વતન જવા ઇચ્છતાં આણંદ જિલ્લાના અને બહારથી આવીને શેલ્ટર હોમમાં રોકાયેલા પરપ્રાંતિય નાગરીકો માટે સ્પેશ્યલ ટ્રેન દ્વારા પોતાના વતન ઉત્તરપ્રદેશ જવાની વ્યવસ્થા થતાં તેઓ ખુશખુશાલ જોવા મળ્યાં હતા. જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહીલના માર્ગદર્શન હેઠળ રેલવે સ્ટેશન ઉપર પરપ્રાંતીય નાગરીકોના  આરોગ્યની કાળજી લેવામાં આવી હતી.

આણંદ જિલ્લામાંના પરપ્રાંતીય નાગરિકોએ પોતાના વતન જવા માટે રેલવે સ્ટેશન ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોઠવેલી વ્યવસ્થા ને સહકાર આપ્યો હતો અને લોક ડાઉનમાંથી બહાર નીકળી આજે વતન જવાનો ઉત્સાહ પણ વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કલેકટરશ્રી કચેરીનાં તેમજ પ્રાંત કચેરીના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ તેમજ રેલવે પોલીસ, જિલ્લા પોલીસ, આરોગ્ય સેવા કર્મીઓ, સૌ કામે લાગ્યા હતા.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રી કાંતિ ચાવડા, પૂર્વ મંત્રી શ્રી રોહિત ભાઈ પટેલ, આણંદ જિલ્લાનાં પ્રાંત            અધિકારી સર્વ શ્રી જે.સી. દલાલ, શ્રી મનિષા બેન ભ્રહ્મભટ્ટ, શ્રી ડી.આર. પટેલ, મામલતદાર આણંદ શહેર શ્રી કેતનભાઈ રાઠોડ, રેલ્વેના અધિકારીશ્રીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

આણંદ ટાઉનહોલ ખાતે ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે‍ કોરોના વોરીયર્સનું સન્માન કરાશે

Charotar Sandesh

આણંદ ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

આણંદ : પોલીસ અને મશીનરીથી કોંગ્રેસના એમએલએને ડરાવાય છે : અમિત ચાવડાનો આરોપ

Charotar Sandesh