બેારસદ નાપાના ૬પ વર્ષીય મહિલા પોઝીટીવ દર્દીનું મરણ થયેલ છે, તેમજ જિલ્લામાં કુલ ૪ દર્દી ઓક્સિજન ઉપર સારવાર હેઠળ…
આણંદ : જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ ખંભાત-બોરસદ-ઉમરેઠમાં વધુ ૪ કેસ પોઝીટીવ નોંધાયેલ છે, જેને લઈ જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૦૭ થઈ છે.
આજે લોકલ ટ્રાન્સમિશનથી નોંધાયેલ ચાર કેસોમાં (૧) સરસ્વતીબેન લક્ષ્મણભાઈ બ્રાહ્મણ, ઉ.વ. ૬૦, રહે. વણીયાવાડ, લાલ દરવાજા, ખંભાત (ર) રાજેશભાઈ ચંદુલાલ ગાંધી, ઉ.વ. ૬૦, રહે. પીઠનો સુતરાળો, ખંભાત (૩) સોફી મહંમદ ફકરૂદ્દીન કાજી, ઉ.વ. ૬૬, રહે. જાગનાથ ભાગોળ, ઉમરેઠ, (૪) જોહરાબીબી સૈયદ, ઉ.વ. ૬પ, રહે. બોરસદ નાપા નાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં સારવારઅર્થે ખસેડાયેલ છે. તેમજ બેારસદ નાપાના ૬પ વર્ષીય મહિલા પોઝીટીવ દર્દીનું મરણ થયેલ છે, તેઓને હાયપર ટેન્શનની તકલીફ હતી. તેમજ આ સાથે જિલ્લામાં કુલ ૪ દર્દી ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે.