Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા-બાળ સુરક્ષા એકમ, આણંદની કોવિડ-૧૯ની મહામારી વચ્ચે સરાહનીય કામગીરી…

તામિલનાડુ રાજયના થેની જિલ્‍લાના કામાચીપુરમ ગામના મળી આવેલ બાળકનું આણંદથી ૨૬૦૦ કિ.મી. દૂર કૌટુંબીક પુન:સ્‍થાપન કરાયું…
એક વર્ષે પૂર્વે પોતાના ઘરેથી નીકળી ગયો હતો : એક વર્ષ બાદ કૌટુંબિક સભ્‍યો સાથે મિલન થયું…
માતા-પિતા ગુજરી ગયા હતા. માસી તથા તેના મોટા ભાઇ-બહેન સાથે રહેતો હતો…

આણંદ : સમાજમાં જયારે કોઇનું પણ બાળક કોઇને પણ કયાંક કહ્યા વગર ઘર છોડીને જતું રહે ત્‍યારે તેમના માતા-પિતા કે તેનું પાલન કરી રહેલા કુટુંબીજનો ઉપર શું વીતતી હશે તે તો તેઓ જ જાણે. અને જયારે આ બાળક એક વર્ષ પછી હેમખેમ પોતાને મળે ત્‍યારે તેઓના મુખારવિંદ ઉપર કેવી હર્ષની લાગણી આવતી હશે તેની પણ તેઓને જ ખબર પડે.

આવી જ કંઇક વાત છે તામિલનાડુ રાજયના થેની જિલ્‍લાના કામાચીપુરમ ગામના એક બાળકની. આ બાળક કામાચીપુરમ ગામમાં તેના માતા-પિતા ગુજરી ગયેલ હોઇ તે તેના માસી તથા તેના મોટા ભાઇ-બહેન સાથે રહેતો હતો. પરંતુ ઘરમાં અણબનાવના સંદર્ભે ઠપકો મળતા એક વર્ષ પહેલા ઘર છોડીને નીકળી ગયો. હતો.

આ બાળક તા. ૨/૩/૨૦૨૧ના રોજ આણંદ રેલ્‍વે ચાઇલ્‍ડ લાઇન દ્વારા એક મીસીંગ બાળકને આણંદ જિલ્‍લાના ચિ૯ડ્રન હોમમાં આશ્રય માટે ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યો હતો. આ બાળકને જિલ્‍લાની ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમિટી સમક્ષ રજૂ કરી ચિલ્‍ડ્રન હોમ ફોર બોયઝ, વિદ્યાનગર ખાતે આશ્રય માટે દાખલ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ તેના કુટુંબની શોધખોળ કરવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો. પરંતુ આ બાળક તમિલ ભાષા બોલતો હોય જિલ્‍લા બાળ સુરક્ષા એકમ દ્વારા દુભાષિયાની મદદ લેવામાં આવી તેમજ સંસ્‍થા દ્વારા બાળકનું નિયમિત કાઉન્‍સેલીંગ કરવામાં કરી કુટુંબીજનો વિશે જાણકારી મેળવવામાં આવતાં ઉપર મુજબની હકીકત જાણવા મળી હતી.

આ મળી આવેલ બાળકના કુટુંબની આર્થિક સ્‍થિતિ અત્‍યંત નબળી હોવાથી તેમજ બાળકના ઘરથી આણંદ આશરે ૨૬૦૦ કિ.મી. દૂર હોવાને કારણે તથા કોવિડ-૧૯ની મહામારીમાં રોજગારી ઉપલબ્‍ધ ન હોવાથી તેના કુટુંબીજનો બાળકને લેવા આવવા માટે તૈયાર નહોતા.

આમ, આ બાળકનું કૌટુંબિક મિલન થાય તે માટે જિલ્‍લા સમાજ સુરક્ષા ાઅધિકારી શ્રી એસ. એમ. વ્‍હોરાના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા બાળ સુરક્ષા એકમના જિલ્‍લા બાળ સુરક્ષા અધિકારી શ્રી પાર્થ ઠાકર તથા સુરક્ષા અધિકારી (સંસ્‍થાકીય સંભાળ) જીગીશા ઝાલા દ્વારા તામિલનાડુ રાજયના થેની જિલ્‍લાની ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમિટિ તથા જિલ્‍લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સાથે સતત ટેલિફોનીક સંપર્ક અને પત્ર વ્‍યવહાર કરીને બાળકના વાલી-વારસને શોધવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. બાળકના વાલી-વારસ મળી જતાં બાળકને તેમની સાથે વાતચીત કરાવી હતી તેમજ જરૂરી આધાર-પુરાવા મંગાવવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ જિલ્‍લા બાળ સુરક્ષા એકમ કચેરીના સ્‍ટાફ અને પોલીસ એસ્‍કોર્ટ દ્વારા મૂકવા જવાની મંજૂરી ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ સોસાયટી તેમજ બાળ કલ્‍યાણ સમિતિ પાસેથી મેળવવામાં આવી.

આ મંજૂરીના આધારે તા. ૩૦/૪/૨૦૨૧ના રોજ ટ્રેન મારફતે જિલ્‍લા બાળ સુરક્ષા એકમના અધિકારી (બિન સંસ્‍થાકીય સંભાળ) જીમી પરમાર દ્વારા પોલીસ એસ્‍કોર્ટ સાથે બાળકને તેના પરિવાર સાથે તામિલનાડુ રાજયના થેની જિલ્‍લના ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમિટિના ચેરમેનશ્રી, સભ્‍યશ્રીઓ અને જિલ્‍લા બાળ સુરક્ષા અધિકારીની ઉપસ્‍થિતિમાં બાળકને તેના માસી અને મોટા ભાઇ-બહેનને સહી સલામત રીતે સોંપવામાં આવ્‍યો હતો. આમ, બાળકના ઘરે જઇને તેનું પરિવાર સાથે પુન: સ્‍થાપન કરાવવામાં આવ્‍યું. આમ આ બાળક આશરે એક વર્ષ બાદ પોતાના દિકરા અને ભાઇને જોતા જ તમામની આંખો અશ્રુઓથી છલકાઇ ઉઠી હતી અને ભાવવિભોર બની ગયા હતા.

આમ, જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એસ. એમ. વ્‍હોરા તથા ગુજરાત સ્‍ટેટ ચાઈલ્‍ડ પ્રોટેકશન સોસાયટીના માર્ગદર્શન અને જિલ્‍લા બાળ સુરક્ષા એકમ, આણંદ તથા ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમિટિ, પોલીસ વિભાગના સંયુકત પ્રયાસોથી ઘર છોડીની નીકળી ગયેલ મીસીંગ બાળકનું કુટુંબ સાથે સફળતાપૂર્વક મિલન કરાવીને જિલ્‍લા બાળ સુરક્ષા એકમ, આણંદની કચેરીએ કોવિડ-૧૯ની મહામારીમાં સરાહનીય કામગીરી કરી છે.

Related posts

આજે જિલ્લામાં બે પોઝીટીવ કેસ નોંધાયા : અત્યાર સુધી કોરોના સંક્રમિત કુલ ૯૩ પોઝીટીવ કેસ…

Charotar Sandesh

આણંદ : ૧૫૦૦ નાગરિકોએ સેલ્ફી અપલોડ કરી “હું પણ કોરોના વોરિયર્સ” અભિયાનમાં જોડાયા…

Charotar Sandesh

આણંદ રેલવે સ્ટેશન પર કામ કરતા સફાઈ કામદારોને દૈનિક પગારથી ઓછા નાણાં ચૂકવાતા હોબાળો…

Charotar Sandesh