આણંદ : ભાજપા પ્રદેશ સી.આર.પાટીલની પ્રેરણાથી અને જિલ્લા પ્રમુખ વિપુલ પટેલના માર્ગદર્શન હેઠળ” પેજ સમિતિ” તથા નવા મતદાર નોંધાવવા માટે સાંજે ૩.૦૦ કલાકે ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા મહામંત્રી નીરવ અમીન, પેજ સમિતિના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, મંડળ પ્રભારી ર્ડો. રાજેશ ત્રિવેદીની ઉપસ્થિતિમાં બેઠક રાખવામાં આવેલ.
જેમાં જિલ્લા ઉપ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ (બાપજી) મંત્રી ભાવનાબેન, આણંદ પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા, શહેર પ્રમુખ મયુર પટેલ, મહામંત્રી ડૉ. સ્વપ્નિલ પટેલ, રાજેશભાઈ પઢિયાર અને સૌ શહેર હોદ્દેદારો તથા આણંદ નગરપાલિકાના કાઉન્સિલર સભ્યો હાજર રહેલ હતા.
- Jignesh Patel, Anand