Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા બોરસદ ખાતે ૫૦ આઇસોલેશન બેડની વ્યવસ્થા…

આણંદ જિલ્‍લામાં અત્‍યારસુધીમાં ૨૦૩૧ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્‍યું…

૮૪૦ પ્રવાસીઓનું સ્‍કેનીંગ પૂર્ણ :: ૧૧૯૧ ઓર્બ્‍ઝવેશન હેઠળ : ૨૨ દર્દીઓ સરકારી કવોરોન્ટાઇલ હેઠળ…

જિલ્‍લામાં કોરોના (COVID-19) નો એકપણ કેસ નોંધાયેલ નથી…

આણંદ : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્‍દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્‍યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્‍ઠ માધ્‍યમ સાબિત થયા છે. ત્‍યારે જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ અને જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્‍લા આરોગ્‍ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

તદ્અનુસાર જિલ્‍લામાં તા. ૨૩/૩/૨૦૨૦ના રોજ સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં ૧૭૮૫ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે તા. ૨૪/૩/૨૦૨૦ના રોજ સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં  વધુ ૨૪૬ પ્રવાસીઓનું ફોલોઅપ કરતાં અત્યારસુધીમાં કુલ ૨૦૩૧ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું  છે. જે પૈકી ૮૪૦ પ્રવાસીઓનું ઓર્બ્ઝવેશન પૂર્ણ કરવામાં આવેલ છે જયારે ૧૧૯૧ પ્રવાસીઓ ઓર્બ્‍ઝવેશન હેઠળ છે. કોરોના (COVID 19) અંતર્ગત જિલ્‍લામાં એકપણ કેસ પોઝીટીવ આવેલ ન હોવાનું જયારે તા. ૨૩/૩/૨૦૨૦ના બપોરના ૪-૦૦ વાગ્યા  સુધીમાં જિલ્લામાં નવ દર્દીઓના સીઝનલફલુ/કોરોનાના નેગેટીવ  રીપોર્ટ આવ્યા હતા તેમાં તા.  ૨૩/૩/૨૦૨૦ના બપોરના ૪-૦૦ થી તા. ૨૪/૩/૨૦૨૦ના ચાર વાગ્યા સુધીમાં વધુ પાંચ દર્દીઓના સીઝનફલુ/કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવતાં જિલ્લામાં અત્યારસુધીમાં સીઝનલફલુ/કોરોનાના ૧૪ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું જિલ્‍લા મુખ્‍ય આરોગ્‍ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્‍યું છે.

આજે જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારએ બોરસદ ખાતેની અંજલિ હોસ્પિટલની મુલાકાત લઇ અંજલિ હોસ્પિટલ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર હસ્તક કરીને હોસ્પિટલમાં સમગ્ર હોસ્પિટલમાં ૫૦ આયસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ખૂટતી કડીઓ જિલ્લા પંચાયત દ્વારા પૂરી પાડવામાં આવશે જયારે આઇ.એમ.એ.ના સહયોગથી તબીબો અને નર્સિંગ સ્ટાફની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવનાર હોવાનું શ્રી છારીએ વધુમાં જણાવ્યું છે.

Related posts

આણંદ જિલ્લામાં રીક્ષાભાડાના વધારા બાબતે રીક્ષા ચાલકોની મીટીંગ મળશે

Charotar Sandesh

ઇસ્ટ આફ્રિકાની ધરતી પર નિર્માણ થનારું વડતાલ તાબાનું પ્રથમ સ્વામિનારાયણ મંદિર…

Charotar Sandesh

ગુજરાત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની નિમણૂક : આણંદમાં મહેન્દ્રસિંહ પરમાર

Charotar Sandesh