Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ જિલ્લા સહિત રાજ્યમાં કોરોના કાબૂમાં : હાલ રિકવરી રેટ ૯૬.૦૭ ટકા…

આણંદ જિલ્લામાં કુલ નવા ૨૮ કેસો નોંધાયા : ૧૮ થી વધુ ઉંમર નાઓનું વેક્સિનેશન શરૂ કરાયું…

રાજ્યમાં અત્યાર સુધી 7,82,374 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22110 પર પહોંચ્યો છે…

ગાંધીનગર : કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે અને સતત એક મહિનાથી કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ૧૭ માર્ચ બાદ ૮૦ દિવસ પછી પહેલીવાર ૧૧૨૨ આસપાસ નવા કેસ નોધાયા છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૧૨૦ નવા કેસ નોંધાયા છે. જો કે, ૩ જૂન કરતા આજે ડિસ્ચાર્જ થનાર દર્દીની સંખ્યા વધુ છે અને ૩ હજાર ૩૯૮ દર્દી સાજા થયા છે. દૈનિક મૃત્યુઆંક ૧૬ થયો છે. આમ રાજ્યમાં સતત ૩૧મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને ૯૬.૦૭ ટકા થયો છે. રાજ્યમાં હવે અમદાવાદ અને વડોદરા શહેરમાં જ ત્રિપલ ડિજિટમાં નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, આજે ૧૧૨૦ નવા કેસ નોંધાયા છે અને ૧૬ દર્દીના કોરોનાથી મોત થયા છે. તેની સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક ૯૯૦૬ પર પહોચ્યો છે. રાજ્યમાં આજે ૩૩૯૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ ૯૬.૦૭ ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી ૭,૮૨,૩૭૪ લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો ૨૨૧૧૦ પર પહોંચ્યો છે. જેમાંથી ૪૧૨ દર્દી વેન્ટિલેટર પર અને ૨૧૬૯૮ દર્દીની હાલત સ્ટેબલ છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં કોરોના વાયરસનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમાં અમદાવાદમાં ૧૮૪ સુરતમાં ૧૩૩, વડોદરામાં ૨૨૭, રાજકોટમાં ૮૯, જૂનાગઢમાં ૬૮, ગીર સોમનાથમાં ૫૧, ભરૂચમાં ૩૨, જામનગરમાં ૨૯, આણંદમાં ૨૮, ભાવનગરમાં ૨૫, કચ્છ-અમરેલીમાં ૨૪-૨૪, બનાસકાંઠામાં ૨૨, વલસાડમાં ૨૧, મહેસાણા-નવસારીમાં ૧૮-૧૮, ખેડામાં ૧૬ સહિત કુલ ૧૧૨૦ કેસ નોંધાયા છે.

Related posts

ઈતિહાસમાં પહેલી વખત આ વર્ષે પહેલીવાર રાવણ દહન નહીં થાય…

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું

Charotar Sandesh

અમદાવાદની અંકુર સ્કૂલમાં ભીષણ આગ, ૪ વિદ્યાર્થીઓએ ધાબા પર જઈ જીવ બચાવ્યો…

Charotar Sandesh