Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ નગરપાલિકાના હંગામી સફાઈ કામદારોની કાયમી કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું…

આણંદ : આણંદ જીલ્લાના સોજીત્રા નગરપાલિકા બાદ આણંદ નગરપાલિકાના હંગામી સફાઈ કામદારોએ કાયમી કરવા માટે આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે.વર્ષોથી કામ કરતા કર્મચારીઓને કાયમી ન કરતા અને તેમને કાયમી કર્મચારીઓના લાભથી વંચિત રહેતા આણંદ નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ દ્વારા નગરપાલિકાની સામે ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગત ૧લી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ હડતાળ ઉપર ઉતરેલા સફાઈ કામદારોના ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી સંકલન સમિતિના આણંદ યુનિટ સાથે નગરપાલિકાના ચીફ ઓફિસરે સમાધાન કરી તા.૩૧/૩/૨૦૨૧ પહેલા ભરતી પ્રક્રિયા પુર્ણ કરવાની ખાતરી આપતા હડતાળ પરત ખેંચાઈ હતી પરંતુ ત્યારબાદ પાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા અંગે કોઈ કાર્યવાહી હાથ નહી ધરાતા આજથી કર્મચારીઓએ ફરીવાર હડતાળનો જાહેર કરી ધરણા ઉપર બેઠા છે.
ધરણા પ્રદર્શન કરતા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ માગણી મુજબ ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી સંકલન સમિતિ દ્વારા આણંદ નગરપાલિકાના પ્રમુખને પત્ર આપી દસ માંગણીઓ કરી છે. જેમાં તા. ૩૧/૧૦/૨૦૧૭ ના સફાઈ કામદારોની ખાલી પડેલી જગ્યાઓ તા. ૩૧/૩/૨૦૨૧ પહેલા નિયમો મુજબ ભરી દેવી. તેમજ તા.૨૩/૧૦/૨૦૧૭ ના સફાઈ કામદારોની ભરતી અંગેના થયેલા પરીપત્રમાં કોલમ નં. ૪ માં જણાવ્યા મુજબ રોસ્ટર અનામત અંગેની જોગવાઈઓ ધ્યાનમાં લીધી અને મહિલા અનામતનું ધ્યાન રાખી મહિલા સફાઈ કામદારોની ભરતી કરવી તેમજ અમરેલી નગરપાલિકાના ખસ્સામાં હાઈકોર્ટની ફુલ બેન્ચ દ્વારા અપાયેલ ચુકાદામાં દર્શાવેલી ગાઈડ લાઈનને ધ્યાનમાં લઈને ભરતી કરવી.
પરિપત્રમાં જણાવ્યા મુજબ ૪૮ ટકાની મર્યાદા ધ્યાનમાં લેવાની રહેશે નહી. તેમજ સફાઈ કામદારોની ભરતીમાં ૨૦ ટકા કાપ મુકવો નહી. મહેકમમાંથી ૫૦ ટકા સફાઈ કામદારોની ભરતી કરવી. છેલ્લા ઘણા વર્ષોથી હંગામી ધોરણે ફરજ બજાવતા સફાઈ કામદારોને ઉંમરનો બાધ નડે નહી અને ભરતીમાં પ્રાથમિક્તા મળે તેવી રીતે ભરતી કરવી. તેમજ સફાઈ કામદારોને છેલ્લા બે વર્ષનું બોનસ આપવું તેમજ પગાર સ્લીપ આપવી અને તાત્કાલિક ધોરણે ઓળખપત્રો આપવા. તેવી માંગ કરવામાં આવી છે.

Related posts

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સન્માન કરવામાં આવ્યું

Charotar Sandesh

લાંભવેલ ખાતે આવેલ શ્રી હનુમાનજીના મંદિરે ભાવિક ભક્તો હવે દર્શન કરી શકશે : માસ્ક પહેરવું ફરિજીયાત…

Charotar Sandesh

ઉમરેઠ તાલુકો ડેન્ગ્યુ તાવના ભરડામાં : ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ચિક્કાર, સરકારી દવાખાનું ખાલીખમ…!

Charotar Sandesh