Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ પ્રેસ કલબ દ્વારા વાઘોડીયાનાં ધારાસભ્ય સામે ગુનો નોંધવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું…

આણંદ : તાજેતરમાં વડોદરા ખાતે વાઘોડીયાનાં ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા મંતવ્ય ન્યુઝ ચેનલનાં પત્રકારને જાહેરમાં ધમકી આપવાનાં બનાવને આણંદ પ્રેસ કલબએ વખોડી કાઢીને ધારાસભ્ય સામે ગુનો નોંધવાની માંગ સાથે રાજયપાલને સંબોધીને લખેલુ આવેદનપત્ર કલેકટરને આપ્યું હતુ.

આણંદ પ્રેસ કલબનાં પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ (પીપળી) સેક્રેટરી બુરહાન પઠાણ, ઉપપ્રમુખ ફ્રાન્સીસ મેકવાન, લાલજી પાનસુરીયા, ખજાનચી કંદર્પ પટેલ સહીતનાં પત્રકારોનું એક પ્રતિનિધીમંડળ કલેકટરને મળ્યું હતું, અને તાજેતરમાં વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે વાઘોડીયાનાં ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ મંતવ્ય ન્યુઝ ચેનલનાં પત્રકાર અમીત ઠાકોરને જાહેરમાં ઓન કેમેરા ધમકી આપી હતી,લોકસાહીનાં ચોથા સ્તંભ સમાન મીડીયા કર્મચારીને જાહેરમાં ધમકી આપવની આ ઘટનાને વખોડી કાઢી હતી અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે ગુનો નોંધવાની માંગ સાથે રાજયપાલને સંબોધીને લખેલું આવેદનપત્ર કલેકટર આર જી ગોહીલને સુપ્રત કર્યું હતું, અને પત્રકારને ધમકી આપવાની આ ઘટના સાંખી લેવાય તેમ નથી,જેથી ભવિષ્યમાં આવી ધટનાઓનું પુનરાવર્તન થાય નહી તે માટે તેમજ પત્રકારોને ધમકી આપવાનાં બનાવો અટકાવવા અને હુમલાઓ રોકવા માટે યોગ્ય કાયદો બનાવવાની પણ માંગ કરી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રીન્ટ અને ઈલેકટ્રોનિકસ મિડીયાનાં પત્રકારો અને પ્રેસ કલબનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વડતાલ ખાતેના નવા ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરાયું…

Charotar Sandesh

આણંદમાં મીડિયાકર્મી-પત્રકારમિત્રોએ કોરોના સામે સુરક્ષિત થવા રસીકરણનો પ્રથમ ડોઝ લીધો…

Charotar Sandesh

ઉમરેઠ સરકારી દવાખાનાના તબીબ રજાના મૂડમાં દેખાયા, CDHO તેમજ THOના ફોન સ્વીચ ઑફ…

Charotar Sandesh