Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : બહુચર્ચિત ૫૦ લાખના લાંચ પ્રકરણના આરોપી સામે એક વધુ ગુનો…

આણંદ : ગુજરાતમાં બહુચર્ચિત ૫૦ લાખના લાંચ પ્રકરણના આરોપી સામે એક વધુ ગુનો નોંધવામાં આવ્યો છે. આણંદ પોલીસ તંત્રમાં વિવાદાસ્પદ રહેલા અને રાજ્યના સૌથી મોટા કહી શકાય તેવા ૫૦ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયેલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલે પોતાની કારકિર્દીના દસ વર્ષના ગાળામાં રૂપિયા ૩.૧૨ કરોડથી વધુ મિલકત ભેગી કરી હતી. આ બાબત એન્ટી કરપ્શન બ્યુરોના ધ્યાનમાં આવતા પ્રકાશસિંહ સામે વધુ એક ગુનો નોંધાયો છે. પ્રકાશસિંહે પોતાની દસ વર્ષની કારકિર્દીમાં આણંદ ઉપરાંત ભરૂચ, ગાંધીનગર જિલ્લામાં મિલકત વસાવી છે.

આણંદ પોલીસ તંત્રમાં એક સમયે વહીવટદાર તરીકે જાણીતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પ્રકાશસિંહ રાઓલનો ભ્રષ્ટાચારથી ભેગી કરેલી મિલકત બહાર આવી છે. એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ દરમિયાન પ્રકાશસિંહ પાસે કરોડોની અપ્રમાણસર મિલકત બહાર આવી છે.
પ્રકાશસિંહ રાઓલને અમરેલીમાં નિમણૂંક આપવામાં આવી છે, અને હાલ તેની ફરજ મોકુફ છે.

તેની અપ્રમાણસર મિલકત અંગે અરજી મળતાં એસીબી દ્વારા મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાઓ, બેન્ક ખાતાઓ, વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવી હતી. તેના નાણાકીય વ્યવહારની તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રકાશસિંહ, તેમના પત્નીના નામની સ્થાવર અને જંગમ મિલકતો સંબંધી દસ્તાવેજી પુરાવાઓ એકત્રીત કરવામાં આવ્યા હતા,એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ACBની સફળ ટ્રેપ : જમીન વેચાણની એન્ટ્રીને પ્રમાણિક કરવા ૨૫ હજારની લાંચ માંગનાર નાયબ મામલતદાર ઝડપાયા

Charotar Sandesh

આણંદ જિલ્લામાં વ્યાજબી ભાવની દુકાનની કામગીરીની દેખરેખ માટે તકેદારી સમિતિની રચના કરાઈ…

Charotar Sandesh

શ્રી લાંભવેલ હનુમાનજી મંદિર ખાતે એક દિવસીય વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લાનો અભ્યાસવર્ગ યોજાયો

Charotar Sandesh