Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ શહેર-જિલ્લાને ૨૩ વર્ષ બાદ મધ્યસ્થ જેલ મળશે : કામગીરી પુરજોશમાં શરૂ…

આણંદ શહેર પાસે આવેલા બાકરોલ ખાતે ૧૨૦૦ ગુંઠા જમીન જેલ માટે ફાળવવામાં આવી હતી…
બાકરોલ ખાતે બનનારી જિલ્લા જેલની ટેન્ડરીંગની પ્રક્રિયા પૂર્ણ, હવે જેલ બનાવવાની કામગીરી પુરજોશમાં…

આણંદ : આણંદ પાસે ખેડા અને વડોદરા જિલ્લો આવેલો છે જેમાં બંને જિલ્લા પાસે જેલ છે. સામાન્ય રીતે કેદીઓને જિલ્લા જેલ ના હોવાને કારણે કેટલાક તાલુકા મથકોએ આવેલી સબ જેલોમાં રાખવામાં આવતા હોય છે. જેને પગલે કેટલીક જેલમાં તો, તેની ક્ષમતા કરતાં પણ વધારે કેદીઓ રાખવામાં આવે છે. મહિલા કેદીઓની કોઈ વ્યવસ્થા ન હોય તેમને બિલોદરા અથવા તો વડોદરા જેલમાં મોકલાય છે. હવે આણંદમાં જેલ બનશે એટલે આરોપી મહિલાને આણંદ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવશે.

આ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં જેલ બનાવવાની કામગીરી લગભગ પૂર્ણ થઈ જશે. આમ હવે ૨૩ વર્ષ બાદ આણંદને જિલ્લા જેલ મળવાપાત્ર થશે. છેલ્લાં કેટલાંય સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધતાં આવા સંજોગોમાં કેદીઓને રાખવા માટે જિલ્લા કક્ષાએ એક પણ જેલ નહોતી. જેના કારણે જે-તે પોલીસ સ્ટેશન ખાતે આવેલી સબ જેલમાં કેદીઓને રાખવામાં આવતા હતા. દરમિયાન, કેટલીક વખત કેદીની સંખ્યા વધી જતાં કેદીઓને અન્ય જિલ્લાઓની જેલમાં ખસેડી દેવામાં આવતા હોય છે. અને એ પછી કેદીને આણંદ કોર્ટમાં લાવવા માટે પોલીસનો સમય વેડફાતો હોય છે. ત્યારે આણંદ જિલ્લામાં આણંદ મધ્યસ્થ જેલની માંગણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વર્ષ ૨૦૧૫માં જેલ માટે તત્કાલિન જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે બાકરોલ ખાતેની સર્વે નં.૧૧૫૨ પૈકી ૧૨ હેકટર(૧૨૦૦ ગૂંઠા જમીન)ને જિલ્લા જેલ માટે ફાળવણી કરી હતી. હાલમાં ટેન્ડરીંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આગામી વર્ષ ૨૦૨૨માં કામ પૂર્ણ થઈ જશે.

Related posts

આણંદ જિલ્લામાં નશાબંધી પ્રચાર સપ્તાહ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ

Charotar Sandesh

સરકાર PUC સર્ટીફીકેટનો આગ્રહ રાખે છે, પરંતુ રાજયમાં ગણ્યા ગાંઠયા જ PUC સેન્ટરો છે તેનું શું..?

Charotar Sandesh

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ચિખોદરા ચોકડીથી ગણેશ ચોકડી સુધી સ્‍વચ્‍છતા પદયાત્રા

Charotar Sandesh