Charotar Sandesh
ઈન્ડિયા

આત્મનિર્ભર ભારતથી વિકાસ ચોક્કસ પરત આવશે : વડાપ્રધાન મોદી

સીઆઇઆઇની એજીએમના સંબોધનમાં મોદીએ ઉદ્યોગજગતને ખાતરી આપી…

દેશની અર્થવ્યવસ્થાને ફરીથી મજબુત બનાવવી એ મારી સરકારની પ્રાથમિકતા, હવે મેડ ઇન ઈન્ડિયા અને મેડ ફોર ફોરેન દેશની જરૂરિયાત છે,જો હું સંકટ સમયે આવા આત્મવિશ્વાસ સાથે વાત કરી શકું છું તો તેનું કારણ દેશની પ્રતિભા અને ટેક્નોલોજી છે, જો તમે એક પગલું ભરો તો સરકાર ચાર પગલા ભરીને તમારી મદદ કરશે…

ન્યુ દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મહત્વના ઉદ્યોગ સંગઠન સીઆઇઆઇ- CIIની વાર્ષિક સામાન્ય સભાને કરેલા સંબોધનમાં કોરોનાને પગલે દેશના અર્થતંત્રની ગતિ ધીમી પડી હોવાનું જણાવીને આત્મવિશ્વાસ સાથે એવી પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી કે, આજે દેશનું સૌથી મોટું સત્ય એ છે કે ભારતે લોકડાઉન છોડી દીધું છે અને અનલોક ફેઝ-૧માં પ્રવેશ કર્યો છે. અર્તતંત્રનો મોટો ભાગ આ તબક્કે ખૂલી ગયો છે.. આઠ દિવસ પછી અર્થતંત્રનો બીજો મોટો ભાગ ખુલશે ત્યારે દેશની અર્થવ્યવસ્થામાં ચોક્કસ ગતિ આવશે, વિકાસ પાછો આવશે, ભારત ફરીથી આર્થિકક્ષેત્રે અગ્રેસર હશે. કેમ કે આપણે ભારતને આત્મનિર્ભર બનાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. તેથી દરેક ક્ષેત્રના વિગતવાર અભ્યાસ સાથે આવો, આપણે સાથે મળીને એક આત્મનિર્ભર ભારત બનાવીશું. આ સંકલ્પને પૂરો કરવા જોર લગાડો, સરકાર તમારી સાથે છે. તમે સફળ થશો, જો આપણે સફળ થઈશું, તો દેશ નવી ઉચાઈએ પહોંચશે. સરકાર પર વિશ્વાસ રાખો, એમ પણણ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે અર્થતંત્ર માટે ફાઈવ ‘આઈ’, ઈન્ટેન્ટ, ઈન્ક્‌લુઝન, ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈનોવેશનનો મંત્ર પણ આપ્યો હતો.
કોરોના મહામારીને રોકવા લાદવામાં આવેલા લોકડાઉન-૪ બાદ હવે અનલોક-૧ શરૂ થયાના બીજા જ દિવસે એટલે કે આજે ૨ જૂનના રોજ વડાપ્રધાને જાહેર કાર્યક્રમને સંબોધન કર્યું હોય તેવી આ પહેલો જ પ્રસંગ હતો. સીઆઈઆઈના ૧૨૫માં વર્ષે તેની વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે તેના સેશનની થીમ ગેટિંગ ગ્રોથ બેક રાખવામાં આવી હતી. આ સભામાં દેશના ટોચના બિઝનેસ હાઉસીસના દિગજ્જ લોકો હાજર રહ્યા હતા.
દેશના અર્થતંત્રના કર્ણધારોને સંબોધતા મોદીએ કહ્યું કે, ૧૨૫ વર્ષમાં ઝ્રૈૈંંને મજબૂત બનાવવામાં જેણે ફાળો આપ્યો તેને હું અભિનંદન આપીશ. જેઓ આપણી વચ્ચે નથી તેઓને હું આદરપૂર્વક નમન. કોરોનાના આ સમયગાળામાં, આના જેવી ઓનલાઇન ઇવેન્ટ્‌સ હવે સામાન્ય બની રહી છે. આ માણસની સૌથી મોટી તાકાત છે. આપણે લોકોના જીવ બચાવવા અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી પડશે. તમે બધા ઉદ્યોગના લોકો અભિનંદનને પાત્ર છો. હું ગેટિંગ ગ્રોથ બેકથી આગળ વધીને કહીશ… વી આર ગેટિંગ ગ્રોથ બેક….!. તમે આશ્ચર્યચકિત થશો કે કટોકટીની આ ઘડીમાં હું આત્મવિશ્વાસ સાથે કેવી રીતે બોલું છું. પણ આનાં ઘણાં કારણો છે. મને ભારતની પ્રતિભા અને તકનીક પર વિશ્વાસ છે. આ સંકટની ઘડીમાં આટલા આત્મવિશ્વાસ સાથે હું આ વાત કરી રહ્યો છું તેનું કારણ ભારતીયોની પ્રતિભા અને ક્ષમતા તેમજ દેશની ક્રાઈસ મેનેજમેન્ટની યોગ્યતા છે. યુવાનો અને ટેક્નોલોજી પર મને વિશ્વાસ છે.
પીએમએ ઉદ્યોગ જગતની સાથે સૌ કોઇનો જોમ અને જુસ્સો વધારતા જણાવ્યું હતું. કોરોનાને પગલે દેશના અર્થતંત્રની ગતિ ધીમી પડી છે પરંતુ હવે દેશમાં અનલોક વન સાથએ જ લોકડાઉન ખોલી દેવાયું છે. પ્રથમ ચરણમાં અર્થતંત્રના મોટાભાગને ખોલી દેવામાં આવ્યો છે
ખરા સમયે યોગ્ય રીતે યોગ્ય સાચા પગલાં ભર્યા એમ કહીને તેમણે જણાવ્યું કે, અન્ય દેશો સાથે સરખામણી કરવામાં આવે તો તે બતાવે છે કે ભારતમાં લોકડાઉનથી કેટલો ફાયદો થાય છે. હવે સવાલ એ છે કે, આગળ શું છે? ઉદ્યોગના નેતા તરીકે, આ પ્રશ્ન તમારા મગજમાં ચોક્કસપણે રહેશે, અમે શું કરવા જઈ રહ્યા છીએ. મને આત્મનિર્ભર ભારત અભિયાન વિશે પણ ખાતરી છે કે તમને સવાલો થશે. અને આ સ્વાભાવિક છે. પરંતુ કોરોના સામે દેશની અર્થવ્યવસ્થાને ફરીથી મજબુત બનાવવી એ મારી સરકારની પ્રાથમિકતા છે.
તેમણે પાંચ આઇનો મંત્ર આપતા કહ્યું કે, અમારા નિર્ણયોમાં, ઇન્ક્‌લુઝન, ઇન્વેસ્ટમેન્ટ, ઇનોવેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઝલક જોવા મળશે. આજે ભારત ગ્રોથની નવી ઉડાન ભરવા માટે તૈયાર છે. અમારા માટે રિફોર્મ એટલે નિર્ણય લેવાની હિંમત. ૈંમ્ઝ્ર હોય, બેંક મર્જર હોય કે ય્જી્‌, અમે હંમેશાં સરકારની દખલ ઓછી કરવા પ્રયાસ કર્યો છે.
ઝ્રૈૈંં જેવા સંગઠનોની જવાબદારી છે કે જો તમે એક પગલું ભરો તો સરકાર ચાર પગલા ભરીને તમારી મદદ કરશે. વડા પ્રધાન તરીકે તમને વિશ્વાસ આપું છુ. તમારી પાસે એક સ્પષ્ટ રસ્તો છે, આત્મનિર્ભર ભારતનો રસ્તો. આત્મનિર્ભર ભારતનો અર્થ એ છે કે આપણે વિશ્વના અર્થતંત્ર સાથે પણ મજબુત અને સપોર્ટિવ બનીએ.
આપણે સ્થાનિક સપ્લાય ચેઇનમાં એવું રોકાણ કરવું પડશે જેથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની સ્થિતિને મજબૂત બને. મને લાગે છે કે ઝ્રૈૈંં જેવી સંસ્થાઓ પણ ફોર્સ કોરોનાની જેમ આગળ આવવું પડશે. વૈશ્વિક સ્તરે તમારું બજાર વધારવામાં તમારે ઉદ્યોગને મદદ કરવી પડશે. હવે દેશમાં એવા ઉત્પાદનો બનાવવાની જરૂર છે જે મેડ ઇન ઇન્ડિયા હોય અને મેડ ફોર ફોરેન હોય. દેશની આયાત કેવી રીતે ઘટાડવી તે અંગે વિચારવાની જરૂર છે.
તેમણે વધુમાં કહ્યું કે, સરકાર આજે એવા પોલિસી રિફોર્મ્સ કરી રહી છે, જેના આશા કરવાની દેશે છોડી દીધી હતી. કૃષિ ક્ષેત્રે, આઝાદી પછી જે નિયમો બનાવવામાં આવ્યા હતા, તેનાથી ખેડુતોને વચેટિયાઓના હાથમાં છોડી દીધા હતા. અમારી સરકારે દાયકાઓથી ખેડૂતોને થતા અન્યાયને દૂર કરવાની ઇચ્છાશક્તિ દર્શાવી હતી. કાયદામાં ફેરફાર થતાં હવે ખેડુતોને હક મળશે. તેઓ ઇચ્છે ત્યાં અને જ્યારે પણ ઇચ્છે ત્યાં તેમનો પાક વેચી શકે છે. વેરહાઉસમાં સંગ્રહિત અનાજ હવે ઇલેક્ટ્રોનિક વેપાર દ્વારા પણ વેચી શકાશે. આનાથી કૃષિ વ્યવસાય માટે કેટલાય રસ્તાઓ ખુલી રહ્યા છે. આ સાથે રોજગાર વધારવા માટે લેબર રિફોર્મ્સ કરવામાં આવી રહ્યા છે.

Related posts

વડાપ્રધાન મોદી પાંચ ઓગસ્ટે ૧૧ કલાકે અયોધ્યા પહોંચશે : ભૂમિ પૂજન કરશે…

Charotar Sandesh

વડાપ્રધાન મોદી આ વર્ષના અંતે અમેરિકાના પ્રવાસે જાય તેવી સંભાવના…

Charotar Sandesh

હવે નિયમોમાં ફેરફાર : અમેરિકી વિઝા માટે ૫ વર્ષનો સોશયલ મીડિયા રેકોર્ડ આપવો પડશે…

Charotar Sandesh