Charotar Sandesh
ઈન્ડિયા

આત્મનિર્ભર ભારતનો મંત્ર ગામડાં સુધી પહોંચી રહ્યો છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ મન-કી-બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધ્યા…

પાણીના સંરક્ષણ માટે આપણે અત્યારથી જ પ્રયત્નો શરૂ કરવા જોઈએ…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન મોદીએ આજે મન-કી-બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. વિશ્વના દરેક સમાજમાં નદીની સાથે જોડાયેલી કોઈને કઈ પરંપરા હોય છે. નદી તટ પર અનેક સભ્યતાઓ વિકસિત થઈ છે. આપણી સંસ્કૃતિ કારણ કે હજારો વર્ષ જુની છે. આ કારણે તેનો વ્યાપ આપણા ત્યાં વધુ છે. પીએમએ કહ્યું કે પાણી, એક રીતે પારસ કરતા પણ વધુ મહત્વપૂર્ણ છે. કહેવામાં આવે છે કે પારસના સ્પર્શથી લોખંડ સોનમાં રૂપાંતરિત થઈ જાય છે. એ જ રીતે પાણી પણ જીવન માટે જરૂરી છે, વિકાસ માટે જરૂરી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં કોઈ એવો દિવસ નહિ હોય કે જ્યારે દેશમાં કોઈને કોઈ ખૂણે પાણી સાથે જોડાયેલો કોઈ ઉત્સવ ન હોય. માધના દિવસોમાં તો લોકો પોતાના ઘર-પરિવાર, સુખ-સુવિધા છોડીને સમગ્ર મહિનો નદીઓના કિનારે રોકવવા જાય છે. આ વખતે હરિદ્વારમાં કુંભ પણ થઈ રહ્યો છે. જળ આપણા માટે જીવન પણ છે, આસ્થા પણ છે અને વિકાસની ધારા પણ છે.
પાણીના સંરક્ષણની અપીલ કરતા તેમણે કહ્યું વર્ષા ઋતુ આવતા પહેલા આપણે જળ સંરક્ષણ માટે પ્રયત્ન શરૂ કરવા જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે પાણીના સંકટને હલ કરવા માટે એક ખુબ સારો સંદેશ પશ્ચિમ બંગાળના ઉત્તર દીનાજપુરથી સુજીત જીએ મોકલ્યો છે. તેમણે કહ્યું કે એ વાત સાચી છે કે જેમ સામુહિક ઉપહાર છે, એ જ રીતે સામુહિક જવાબદારી પણ છે. સુજીત જીની વાત બિલકુલ સાચી છે. નદી, તળાવ, સરોવર, વરસાદ કે જમીનનું પાણી, આ બધુ બધા માટે છે.
પીએમ મોદીએ સંત રવિદાસનો ઉલ્લેખ કરતા કહ્યું જ્યારે માધ મહિનાની અને તેના આધ્યાત્મિક સામાજિક મહત્વની ચર્ચા થાય છે તો આ ચર્ચા એક નામ વગર પુરી થતી નથી અને આ નામ છે સંત રવિદાસ. નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે પણ સંત રવિદાસ જીના શબ્દ, તેમનું નોલજ આપણને માર્ગ બતાવે છે.
પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે ક્યારેક ક્યારેક નાના અને સાધારણ સવાલ પણ મનને હલાવી નાંખે છે. આ સવાલ લાંબા હોતા નથી છતાં પણ આપણને વિચારવા મજબૂર કરી દે છે. પીએમએ કહ્યું કે એક દિવસ પહેલા હૈદરાબાદના અપર્ણાજીએ મને એક એવો સવાલ પુછ્યો કે તમે આટલા વર્ષ પીએમ રહ્યાં, સીએમ રહ્યાં, શું તમને લાગે છે કે કઈક ખામી રહી ગઈ છે.
પીએમ મોદીએ કહ્યું કે સવાલ જેટલો સહજ હતો એટલો જ મુશ્કેલ પણ. મેં એ બાબતે વિચાર કર્યો અને પોતાને કહ્યું કે મારી એક ખામી એ રહી કે વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિલ શીખવા માટે વધુ પ્રયત્ન ન કરી શક્યો. હું તમિલ ન શીખી શકયો. આ એક એવી સુંદર ભાષા છે, જે વિશ્વમાં લોકપ્રિય છે.
વડાપ્રધાન મોદીએ બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સંદેશ આપતા કહ્યું કે તમને બધાને યાદ છેને કે Warrior બનવાનું છે Warrior છે. હસતા-હસતા પરીક્ષા આપવા જવાનું છે અને હસતા-હસતા પરત ફરવાનું છે. પોતાની જાત સાથે જ સ્પર્ધા કરવાની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પીએમ મોદીને ચેલેન્જ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હિમ્મત હોય તો પીએમ મોદી રોજગાર અને ખેડૂતોની વાત કરીને બતાવે.

Related posts

દિલ્હીમાં હોમ આઇસોલેટ દર્દીઓને ઓક્સિમીટર આપવામાં આવશે : કેજરીવાલ

Charotar Sandesh

નાગરિકતા કાયદો : સમગ્ર દેશમાં હિંસા, ઠેર-ઠેર આગચંપી…

Charotar Sandesh

સરકારે ફરજીયાત ફાસ્ટેગની સમયમર્યાદા વધારીને ૧૫ ફેબ્રુઆરી કરી…

Charotar Sandesh