મુંબઇ : ઘણા લાંબા સમયથી આમિર ખાનનો મેગા પ્રોજેક્ટ મહાભારત ચર્ચામાં છે. આમિરખાન આ એપિસોડને સાત ભાગમાં વેબ સિરીઝ પર પ્રસારિત કરશે. આ સિરીઝ ને બાહુબલી અને બજરંગી ભાઇજાનના લેખક વિજયેન્દ્ર લખશે. ત્યારે આમિર સાથે મહાભારત પર વાત કરતા તેમણે આ પ્રોજેક્ટ પર ઊંડાણપૂર્વક કામ કરવાનું શરૂ કરી દીધું છે. અને તેના કારણે આમિરે પોતાના બીજા પ્રોજેક્ટ હમણાં રોકી દીધા છે.
આમિર મહાભારતમાં કર્ણની દૃષ્ટિથી બતાવશે. ત્યારે દીપિકા પાદૂકોણ પણ દ્રૌપદીની દૃષ્ટીથી મહાભારત પર કામ કરી રહી છે. આમ દીપિકા આમિરને ટક્કર આપી શકે છે. જો કે આમિર મહાભારતની વેબસિરીઝમાં પોતાને કૃષ્ણના રોલમાં જોવા ઇચ્છે છે પરંતુ હવે આવનારો સમય જ બતાવશે કે મહાભારતની આ સિરીઝ કેટલી સફળ રહે છે.