આણંદ જિલ્લામાં કોરોના વાઇરસ સામે લેવાયેલા પગલાં સંતોષકારક : આરોગ્ય સચિવશ્રી
આણંદઃ રાજ્યના આરોગ્ય સચિવશ્રી જયંતી રવી અને બી. જે મેડિકલ કોલેજના તજજ્ઞો,કરમસદ કૃષ્ણ હોસ્પિટલના તબીબોની ટીમે આજે આણંદ કલેકટરશ્રી કચેરી ખાતે આણંદ જિલ્લાના ખંભાત નગરમાં કોરોના વાઇરસના સામે આવી રહેલા કેસો સંદર્ભે એક સમિક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં આણંદ જિલ્લા માટે ખાસ ફરજના સચિવશ્રી સંદીપ કુમાર , કલેકટર શ્રી આર.જી. ગોહીલ,ડી.ડી.ઓ.શ્રી આશિષ કુમાર અને જિલ્લા જિલ્લાની આરોગ્ય ટીમની ઉપસ્થિતિમાં આરોગ્ય સચિવશ્રી જયંતી રવીએ પ્રથમ અને દ્વિતીય લોક ડાઉન સુધીમાં કોરોના વાઇરસ સામે નાગરિકોને રક્ષણ મળે તે માટે આણંદ જિલ્લામાં લેવાયેલા પગલાંની સરાહના કરી હતી અને કહ્યું હતું કે, ખૂબ સારા એક્શનના કારણે જિલ્લામાં પરિસ્થિતિ હાલ સારી રહી છે અને સમગ્ર્યતાં ટીમ આણંદની કામગીરી સંતોષકારક રહી છે.હજુપણ જે પગલા લેવા જરૂરી છે તે અંગે જરૂરી માર્ગદર્શન કરાયુ છે.
આરોગ્ય સચિવે આણંદ ખાતેથી વીડીઓ કોન્ફરન્સના માધ્યમથી ખંભાતના ધારાસભ્ય શ્રી મયુર ભાઈ રાવલ, નગર સેવા સદનના પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉપાધ્યાય, તબીબો અને અધિકારીઓ સાથે વન ટુ વન વિગતવાર વાત કરી અને માહિતી મેળવી હતી અને ખંભાત નગરની કોરોના વાઇરસ સંદર્ભે વિગતોથી વાકેફ થયા હતા સાથે સાથે ખંભાત શહેર માટે ખાસ એકશન પ્લાન કરાયો છે.
આરોગ્ય સચિવશ્રી જયંતી રવીએ ખંભાતમાં વધી રહેલા કેસોના સંદર્ભે કહ્યું કે ખંભાતમાં હાલ જે નાગરિકો ૫૦, વર્ષ ઉપરના છે તેઓની ખાસ કાળજી લેવા માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને આવી વ્યક્તિઓની શિક્ષકો દ્વારા રોજે રોજ ફોન કરી તેઓને માર્ગદર્શન આપવામાં આવે તેમજ આરોગ્ય ટીમ દ્વારા સતત કાળજી લેવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આરોગ્ય સચિવ શ્રી જયંતી રવી અને તેઓની ટીમ ખંભાત નગરમાં જ્યાંથી વધુ કેસો નોંધાયા છે તેવા વિસ્તારોની સ્થાનિક તંત્ર સાથે મુલાકાત લીધી હતી.
આણંદ જિલ્લાના રેડ ઝોન એવા ખંભાતમાં કોરોના પોઝેટીવ કેસોમાં થઇ રહેલા વધારાને ધ્યાને લઇને ગાંધીનગરથી આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી જયંતી રવિ આણંદ આવ્યા હતા અને તેઓએ વીડિયો કોન્ફરન્સથી ખંભાતની સ્થિતિની સમીક્ષા કરી હતી તેઓએ ખંભાતમાં કોરોના વાયરસ વધુ પ્રસરે નહીં તે માટેની તકેદારીના પગલાં લેવાની ખાસ તાકીદ કરી હતી સાથે સાથે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર એવા અલિંગ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી વધુ ઝડપી કરી દેવા પણ જણાવ્યું હતું.
ખંભાતમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તમામ કેસો લોકલ સંક્રમણના કારણે થયા હોવાનું જણાવી હજુ પણ ખંભાતના કૌટુંબિક અને લોકો સંક્રમણને કારણે કેસની વધે નહી તે માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી જયંતિ રવિએ જિલ્લા કલેક્ટરશ્રી આર.જી. ગોહિલ, આણંદ જિલ્લામાં ખાસ ફરજ ઉપર મુકાયેલ નોડલ અધિકારીશ્રી સંદીપ કુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અજીત રાજીયન, આરોગ્ય વિભાગના જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એમ.ટી. છારી સહિત આરોગ્યની ટીમ ,કરમસદ આણંદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો,ની ટીમ તથા અધસ્કારીઓ સાથે કોરોનાગ્રસ્ત ખંભાત અને સમગ્ર જિલ્લાની સમીક્ષા બેઠક કરી હતી.
સૌથી અસરગ્રસ્ત એવા ખંભાતના અલગ વિસ્તારમાં ૫૦ થી વધુ ઉંમરના વ્યક્તિઓનું ખરેખર સરસ કરવા કરવામાં આવશે સાથે સાથે પલ્સ ઓકસીલેટરથી ચકાસણી પણ કરાશે આયુષ વિભાગની ડો. ભાવનાબેન દેસાઈ અને તેમની ટીમ અસરગ્રસ્ત વિસ્તારના સર્વેલન્સ હાથ ધરીને રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓ તેમજ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવનાર છે તેઓએ વધુમાં જણાવ્યું કે, ખંભાત એના ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલ, એસ.ડી.એમ. ખંભાત, પાલિકાના પ્રમુખ સહિત તમામ સાથે સંકલનમાં રહીને જિલ્લાની ટીમ સારી કામગીરી કરી છે બેઠકમાં પણ બેઠક બાદ ખંભાતની મુલાકાતે ગયા હતા અને જનરલ હોસ્પિટલ સહિત તમામ જગ્યાએ મુલાકાત લઇ કેટલાક નિર્દેશો પણ કર્યા હતા.
ખંભાત નગરમાં સૌથી પહેલો કોરોના વાઇરસ પોઝિટિવ કેસ મળી આવ્યો તે વિસ્તાર અને અલિંગ વિસ્તારની રાજ્યના આરોગ્ય સચિવશ્રી જયંતી રવી એ બી.જે.મેડિકલ કોલેજના તજજ્ઞો, સચિવશ્રી સંદીપ કુમાર , કલેકટરશ્રી આર.જી. ગોહીલ, ડી.ડી. ઓશ્રી આશિષ કુમાર ,જિલ્લા પોલીસ વડાશ્રી અજીત રાજીયન , કરમસદ કૃષ્ણ હોસ્પિટલના તબીબો, રાજ્યના આયુષ ડિરેક્ટર ભાવના દેસાઈ,ધારાસભ્ય શ્રી મયુર ભાઈ રાવલ, નગર સેવા સદનના પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉપાધ્યાય અને આરોગ્ય વિભાગની ટીમ સાથે ખંભાત નગરની મુલાકાત લઈ આરોગ્ય સચિવે માર્ગદર્શન કર્યું હતું.
ખંભાત નગરમાં સૌથી પહેલો કોરોના વાઇરસ પોઝિટિવ કેસ મળી આવ્યો તે વિસ્તાર અને અલિંગ વિસ્તારની રાજ્યના આરોગ્ય સચિવશ્રી જયંતી રવીએ બી.જે.મેડિકલ કોલેજના તજજ્ઞો, સચિવશ્રી સંદીપ કુમાર , કલેકટરશ્રી આર.જી. ગોહીલ, ડી.ડી.ઓશ્રી આશિષ કુમાર ,જિલ્લા પોલીસ વડાશ્રી અજીત રાજીયન , કરમસદ કૃષ્ણ હોસ્પિટલના તબીબો, રાજ્યના આયુષ ડિરેક્ટર ભાવના દેસાઈ,ધારાસભ્યશ્રી મયુર ભાઈ રાવલ નગર સેવા સદન,ખંભાતના પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉપાધ્યાય અને આરોગ્ય વિભાગની ટીમ સાથે ખંભાત નગરની મુલાકાત લઈ આરોગ્ય સચિવે માર્ગદર્શન કર્યું હતું.