વિકીલીક્સના સંસ્થાપક જૂલિયન અસાન્જે (૪૭)ની ધરપકડ બાદ વિશ્વમાંથી ઇક્વાડોરની સરકારી સંસ્થાઓની વેબસાઇટ પર ૪ કરોડ સાઇબર અટેક થયા છે. આ જાણકારી સોમવારે ઇક્વાડોરના ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના ઉપમંત્રી પેટ્રિકો રિયલે આપી છે. બ્રિટિશ પોલીસે ગુરૂવારે અસાન્જેની ધરપકડ કરી હતી. અસાન્જેએ ૨૦૧૨થી ઇક્વાડોરની એમ્બેસીમાં શરણ લીધી હતી. પેટ્રિકનો દાવો છે કે, મોટાંભાગના સાઇબર અટેક સાઉથ અમેરિકન દેશો ઉપરાંત અમેરિકા, બ્રાઝીલ, હોલેન્ડ, જર્મની, રોમાનિયા, ફ્રાન્સ, ઓÂસ્ટ્રયા અને બ્રિટનમાં થયા. આ દરમિયાન વિદેશ મંત્રાલય, સેન્ટ્રલ બેન્ક, પ્રેસિડન્ટની ઓફિસ, રેવન્યૂ ઓફિસ, અનેક મંત્રાલય અને યુનિવર્સિટીની સાઇટ્સને નિશાન બનાવવામાં આવી.
ઇક્વાડોરના પ્રેસિડન્ટ લેનિન મોરેનોએ કÌšં હતું કે, આતંરરાષ્ટÙીય સમજૂતીના સતત ઉલ્લંઘનના કારણે અમે અસાન્જેને શરણ આપવાનો ઇન્કાર કરી દીધો. ઇક્વાડોરના આ નિર્ણય બાદ ૨૦૧૨માં જાહેર કરેલા વોરન્ટ હેઠળ અસાન્જેની ધરપકડ કરવામાં આવી. જા કે, વિકીલીક્સે કÌšં કે, ઇક્વાડોરે અસાન્જેની રાજકીય શરણને આતંરરાષ્ટÙીય સમજૂતીનું ઉલ્લંઘન ગણાવીને ગેરકાયદે પગલાં લીધા છે. વિકીલીક્સે અમેરિકન ઇન્વેÂસ્ટગેશન એજન્સી સીઆઇએને પણ આ પગલાં બદલ જવાબદાર ઠેરવી હતી.