નાયબ મુખ્યમંત્રીએ માંગીઓ સ્વિકારતા ઇન્ટર્ન ડૉક્ટરોની હડતાળ સમેટાઇ…
સરકારના નિર્ણયથી અમને સન્માન મળ્યુંઃ ઈન્ટર્ન ડૉક્ટર, ૨૦૦૦ જેટલા ઇન્ડર્ન ડૉક્ટરની સ્ટાઈપેન્ડ વધારવાની માંગણી સ્વીકારવામાં આવી, ૧૨૮૦૦ની જગ્યાએ હવે ૧૮૦૦૦ પર માસ વધારો મળશે, એપ્રિલ ૨૦૨૦થી સ્ટાઇપેન્ડ વધારાનો લાભ ગણવામાં આવશે…
ગાંધીનગર : ગુજરાતમાં સ્ટાઈપેન્ડ વધારાની માંગ સાથે ઈન્ટર્ન ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા હતાં. ત્યાર બાદ રાજ્યના આરોગ્ય મંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ ઈન્ટર્ન ડૉક્ટરોની માંગણીઓ ઉકેલ લાવવાની ખાતરી આપ્યા બાદ હડતાળ સમેટાઈ હતી. હવે નીતિન પટેલે ઈન્ટર્ન ડોક્ટર્સ સાથે બેઠક કરી હતી. જેમા આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ હાજર રહ્યાં હતાં. બાદમાં નીતિન પટેલે ઈન્ટર્ન ડૉક્ટરોના સ્ટાઈપેન્ડમાં ૫૨૦૦ રૂપિયાનો વધારો કરીને હવે ૧૮ હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ આપવાની જાહેરાત કરી છે.આ જાહેરાત બાદ ઈન્ટર્ન ડોક્ટરોએ કહ્યું હતું કે સરકારે અમારી વાત સાંભળી જેથી હવે અમને સન્માન મળ્યું છે.
રાજ્યના તમામ ઈન્ટર્ન ડૉક્ટર વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યાં હતાં. તેમની માંગ હતી કે બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં સ્ટાઈપેન્ડ ઓછું ચૂકવવામાં આવે છે. ત્યારે સરકાર ઈન્ટર્ન ડૉક્ટરોને ૧૨ હજાર ૮૦૦ સ્ટાઈપેન્ડ પેટે ચૂકવે છે. પરંતુ હવે સરકાર ૨૦ હજાર સ્ટાઈપેન્ડ ચૂકવે તેવી માંગ સાથે રાજ્યના ઈન્ટર્ન ડૉક્ટરો હડતાળ પર ઉતરી ગયાં હતાં. બાદમાં નાયબ મુખ્યમંત્રીએ આ હડતાળને લઈ રોકડુ પરખાવતાં હડતાળ ગેરવ્યાજબી છે. તેમણે ઈન્ટર્ન તબીબોને હડતાળ નહીં સમેટાય તો તેમની ફરજમાં ગેરહાજરી પુરવાની ચીમકી પણ આપી હતી. પરંતુ બાદમાં હડતાળના ત્રીજા દિવસે નીતિન પટેલે ઈન્ટર્ન ડૉક્ટરોની માંગણીઓનો ઉકેલ લાવવાની ખાતરી આપતાં હડતાળ સમેટાઈ હતી.
રાજ્યમાં આંદોલન કરી રહેલા ઈન્ટર્ન ડૉક્ટરો સરકાર સામે સ્ટાઈપેન્ડ વધારા માટે આંદોલન કરી રહ્યાં છે. આ ઈન્ટર્ન ડૉક્ટરોની માંગ પ્રમાણે ગુજરાતમાં ઓછું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. તેમની જે માંગ છે તેમાં પણ દેશના બીજા રાજ્યો કરતાં ૫૦થી૬૦ ટકા જેટલું ઓછું સ્ટાઈપેન્ડ છે. દેશના બીજા રાજ્યોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ૨૮ હજા ૫૦૦, મહારાષ્ટ્રમાં ૩૯ હજાર જ્યારે દિલ્હીમાં મેડિકલ, ડેન્ટલ પાસ અને ઈન્ટર્ન ડૉકટરોને ૮ કલાકના ૧૦૦૦ અને ૧૨ કલાકના ૨૦૦૦ રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે. જ્ચારે ગુજરાતમાં માત્ર ૧૨ હજાર ૮૦૦ રૂપિયા અપાય છે. જેમાં એએમસી સ્ટાઇપેન્ડ ઉપરાંત માનદ વેતન તરીકે રૂ. ૫૦૦ આપે છે.