ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પાસે નમો વાઈ-ફાઈ કનેક્ટ થતું હોવાની ફરીયાદ સામે આવી હતી, ત્યારે ગરૂવારે ચૂંટણી અધિકારી જગાણા ખાતે આવેલા સરકારી એન્જીનિયરિંગ કોલેજ ખાતે દોડી આવ્યા હતા અને વાઇફાઇ બંધ કરવાના પ્રયાસો હાથ ધાર્યા હતા.
બનાસકાંઠામાં પણ ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પાસે નમો વાઇફાઇ કનેક્ટ થતું હોવાની કૃતિયાદ સામે આવી હતી, ગરૂવારે બનાસકાંઠા જિલ્લામાં જગાણા પાસે આવેલા સરકારી એન્જીનિયરિંગ કોલેજ માં ઈવીએમનો સ્ટ્રોંગ રૂમ આવેલો છે જ્યાં મોબાઈલમાં નમો વાઇફાઇ પકડાતું હોવાથી સ્થાનિકોએ ચૂંટણી અધિકારીને જાણ કરી હતી. ઈવીએમ સ્ટ્રોંગ રૂમ નજીક નમો વાઈ-ફાઈ જા કે નાયબ ચૂંટણી અધિકારી વાય પી ઠક્કર તાત્કાલિક સ્ટ્રોંગ રુમ ખાતે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી, જા કે ઈવીએમમાં કોઈપણ પ્રકારની રેડીઓ ફ્રિકવનસી કે નેટ કનેકટ થતું ન હોવાથી એવી કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ ન શકે તેમ જણાવ્યું હતું.