સુરત થી એક વર્ષ અગાઉ બાઈકની ચોરી કર્યાની ઉઠાવગીરની કબૂલાત…
કોમ્પ્યુટ સોફ્ટવેરની મદદ લઇ પોલીસ પણ હાઈટેક બની રહી છે,સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ની હદમાંથી એક વર્ષ અગાઉ ચારેલ મોટર સાઇકલ ઈ-ગુજકોપ સોફ્ટવેરની મદદથી આંકલાવ પોલીસે પકડી પાડ્યાનો કિસ્સો જાણવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ દ્વારા મિલ્કત વિરૂદ્દના ગુન્હાઓ અટકાવવાના સુચનના અમલ સાથે આંકલાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.કે.રાઠોડ અને પોલીસ સ્ટાફ આંકલાવના વીરાકુવા ચોકડીએ વાહનનો ચેકીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન આસોદર તરફથી એક ઈસમ મોટર સાઇકલ લઇ આવતા તેને ઉભો રાખી નંબર જોતા મોટર સાઈકલની નંબર પ્લેટ ઉપર MP.69-MA-7908 અંકિત થયેલો હતો,આ બાબતે વાહનના કાગળો તેમજ ડ્રાયવિંગ લાઇસન્સ માંગતા ઈસમે પોતાની પાસે કાગળો તેમજ ડ્રાયવિંગ લાઇસન્સ નથી તેમ જણાવેલ પરંતુ પોલીસને શક પડી ગયો હોવાથી વધુ પૂછપરછ કરતા વાહનની આર.સી બુક માંગતા તે પણ નહીં હોવાનું કહેતા પોલીસનો શક પાકો થતા મોટર સાઈકલનો એન્જીન તેમજ ચેસીસ નંબર ઈ-ગુજકોપ ઓપરેટરને મોકલી ખરાઈ કરતા,મોટરસાઇક્લનો નંબર નકલી નીકળ્યો હતો,તેમજ મોટર સાઈકલનો અસલ નંબર GJ-05-KR-4036 તેમજ માલિકનું નામ જીવણભાઈ લાલજીભાઈ સોહાણીયા,રહે 20 શ્યામધામ સોસાયટી,03 શ્યામધામ ચોક,સીમાડા ગામ,સુરત નીકળ્યું હતું ,જેથી આંકલાવ પોલીસે લાલ આંખ કરતા ઈસમે પોતાનું નામ કેશુભાઈ નવલસિંહ ક્લેશ ,રહે ગોગલપુર,તા.સંડવા,જી.અલીરાજપુર। મધ્ય પ્રદેશ નું જણાવી એક વર્ષ અગાઉ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાંથી વાહન ચોર્યાનું કબુલતા પોલીસે પકડાયેલ ઈસમની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,અને આમ ઈ-ગુજકોપના પ્રતાપે એક વર્ષ આગાઉ ચોરેલ મોટર સાયકલની ભાળ મળી હતી.
લેખન- નિમેષ પીલુન