Charotar Sandesh
ઈન્ડિયા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ પણ થયા કોરોના સંક્રમિત…

લખનઉ : ઉત્તર પ્રદેશમાં હાલ કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. પ્રદેશમાં રોકેટ ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ બધા વચ્ચે ખબર છે કે પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પણ કોરોના પોઝિટિવ થયા છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે ટ્‌વીટ કરીને આ જાણકારી આપી. તેમણે ટ્‌વીટ કરીને લખ્યું, શરૂઆતના લક્ષણ જોવા મળતા મે કોવિડ તપાસ કરાવી અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સેલ્ફ આઈસોલેશનમાં છું અને ડોક્ટરોની સલાહનું સંપૂર્ણ પાલન કરી રહ્યો છું. તમામ કાર્ય વર્ચ્યુઅલી સંપાદિત કરી રહ્યો છું. તેમણે બીજી એક ટ્‌વીટમાં એમ પણ કહ્યું, પ્રદેશની તમામ ગતિવિધિઓ સામાન્ય રીતે ચાલી રહી છે. જે પણ લોકો મારી સાથે સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાની તપાસ જરૂર કરાવી લે અને સાવધાની વર્તે.
પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ કોરોના પોઝિટિવ થયા છે. તેમણે મંગળવારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. હાલમાં જ તેમણે ટ્‌વીટ કરીને રિપોટ્‌ર્સની જાણકારી આપી.
તેમણે ટ્‌વીટ કરીને કહ્યું, હમણા જ મારો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મે મારી જાતને બધાથી અલગ કરી લીધી છે અને ઘર પર જ સારવાર શરૂ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં જે પણ આવ્યા હોય તે બધાને વિનમ્ર આગ્રહ છે કે તેઓ પણ તપાસ કરાવી લે. તે બધાને થોડા દિવસ સુધી આઈસોલેશનમાં રહેવાની વિનંતી છે.
અખિલેશ યાદવ થોડા દિવસ પહેલા ઉત્તરાખંડ ગયા હતા. હરિદ્વારમાં તેમણે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ સાથે મુલાકાત કરી હતી. બંનેની મુલાકાત બાદ નરેન્દ્ર ગિરિ કોરોના સંક્રમિત થયા હતા. હાલ કહેવાય છે કે નરેન્દ્ર ગિરિની હાલાત સારી નથી. તેઓ ઋષિકેશની એમ્સમાં દાખલ છે.

Related posts

ભારતના રાષ્ટ્રપતિની આગામી ચુંટણી માટે NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુંએ નામાંકન ભર્યું

Charotar Sandesh

કોરોનાએ ગતિ પકડી : નવા કેસોનો રાફડો ફાટતાં ૨૪ કલાકમાં ૪૦ હજાર કેસ…

Charotar Sandesh

રસી લીધા પછી પણ કોરોનાના હળવા લક્ષણ દેખાઈ શકે છે : એમ્સ ડાયરેક્ટર

Charotar Sandesh