Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઉમરેઠ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપે સીટ જાળવી રાખી…

શીલી બેઠક જાળવી રાખવા ભાજપના બબ્બે સાંસદ સભ્ય અને ધારાસભ્યે જોર લગાવ્યું…

ઉમરેઠ તાલુકા પંચાયતની શીલી બેઠકના સભ્ય ગણપતભાઈ ચાવડાના અવસાન થી ખાલી પડેલી આ બેઠકની 29 ડિસેમ્બર ના રોજ પેટા ચૂંટણી હાથ ધરાઈ હતી, જેમાં ભાજપ તરફથી સતિષભાઈ ફતેસિંહ ચાવડા તેમજ કોંગ્રેસ તરફથી અશોકભાઈ રઇજી ભાઈ પરમારે સામસામે ઉમેદવારી નોંધાવી હતી.જેની આજરોજ ઉમરેઠ મામલતદાર કચેરીએ મતગણતરી બાદ ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરતા ભાજપે ફરીથી શીલી બેઠક મેળવી લીધી હતી.

ઉમરેઠ તાલુકા પંચાયતની શીલી બેઠકની મતગણતરીમાં ભાજપના ઉમેદવારને 1815 મત મળ્યા હતા.જ્યારે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 858 મત મેળવી સંતોષ માનવો પડ્યો હતો આમ 957 મત વધુ મળતા ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર  કર્યા  હતા.

ઉમરેઠ તાલુકા પંચાયતમાં સભ્યોની સ્થિતિ 
કુલ સભ્ય 22
ભાજપના 08 [આજની જીત સાથે]
કોંગ્રેસ     13
અપક્ષ     01
ભાજપના માત્ર 08 સભ્ય હોવા છતાં તાલુકા પંચાયતના પ્રમુખ ભાજપના કોંગ્રેસ માટે આનાથી વધુ શરમજનક બાબત બીજી કઈ હોઈ શકે ?
– Nimesh Pilun

Related posts

RTE એકટ હેઠળ બાળકોને ધો.૧માં વિનામૂલ્યે પ્રવેશ મળશે : એડમિશન માટે હેલ્પલાઈન જાહેર કરાયા

Charotar Sandesh

જાહેરમાં જુગાર રમતા નામચીન ખંડણીખોર અજ્જુ કાણીયા સહિત ૮ જુગારીઓ ઝડપાયા…

Charotar Sandesh

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કરમસદ ખાતે આજે સવારના ૮ કલાકે સાયકલોથોન યોજાશે

Charotar Sandesh