Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં સરકારી વકીલ દિનેશ પટેલ તેમજ રાયટર શાંતિલાલનું સન્માન…

ઉમરેઠમાં 2016માં બનેલ દુષ્કર્મની ઘટનામાં ગુન્હેગારોને તેમના અંજામ સુધી પહોંચાડવા બદલ પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાઢી સન્માન કરવામાં આવ્યુ હતું…
ગૃહ વિભાગના આદેશબાદ થી પોલીસ અને ન્યાયરક્ષકની સફળ કામગીરીને પ્રોત્સાહિત કરવાના અભિગમને અમલમાં કરતા,ઉમરેઠમાં 2016માં બનેલ દુષ્કર્મની ઘટનામાં ગુન્હેગારોને તેમના અંજામ  સુધી પહોંચાડવા બદલ રાઇટર શાંતિલાલ ખુશાલભાઈ ચૌહાણ તેમજ આણંદ સેસન્સ કોર્ટના સરકારીવકીલ દિનેશ પટેલનું ઉમરેઠ પોલીસ મથકના પી.એસ.આઈ રણજીતસિંહ ખાંટના હસ્તે પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાઢી સન્માન કરવામાં આવ્યુ હતું
ઉમરેઠના સુરેલી ફાટક આગળ નગારા વિસ્તારની એક ના-બાલિગ કિશોરી ઉપર એકથી વધુ વખત તેમજ વારા-ફરતી દુષ્કર્મ કરવાના અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ઈ.પી.કો.કલમ 376,506[2], 114 ના ગુન્હામાં સુરેલીના રહીશ સલમાનખાન ઐયુબખાન પઠાણ તેમજ ઇરફાનમિયાં યુશુફમીયા મલેકનામના ગુન્હેગારોને વીસ-વીસ વર્ષની જેલની સજા અપાવવા બદલ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આયોજીત કાર્યક્રમમાં રાઇટર શાંતિલાલ ખુશાલભાઈ ચૌહાણ તેમજ આણંદ સેસન્સ કોર્ટના સરકારીવકીલ દિનેશ પટેલનું બહુમાન કરવામાંઆવ્યુ હતું
ઉમરેઠ નગરના સનિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતિમાં આયોજિત ઉપરોક્ત પ્રસંગે  પી.એસ.આઈ ખાંટે જણાવ્યુ હતું કે પ્રજાનો નિર્ભય સાથ અને સહકાર મળેતો પોલીસ પરિણામલક્ષી કામગીરી કરી શકે છે,તો આ પ્રસંગે નિમેષ ગોસ્વામીએ જણાવ્યું હતું કે પોલીસ અને ન્યાયવિદોના સંકલનના કારણે દેશ અને સમાજને નુકશાન પહોંચાડનાર તત્વો ઉપર લગામ કસી શકાય છે,તો પોતાના સન્માનના પ્રત્યત્તરમાં સરકારી વકીલ દિનેશ પટેલે ઉમરેઠમાં બનેલ પોસ્કોના ગુન્હાને ટાંકીને જણાવ્યું હતું કે ફોજદારી ગુન્હામાં ફર્સ્ટ ઇન્ફર્મેશન નોંધવાની જવાબદારી પોલીસની હોય છે, નિષ્પક્ષ અને સમજદારીથી લખાયેલ એફ.આઈ.આર.ગુન્હેગારો ન્યાયપાલિકામાં છટકવા દેતી નથી,તેઓએ પોતાના સન્માન બદલ આભાર માન્યો હતો.
  • લેખન-નિમેષ પીલુન

Related posts

આણંદ : ઘાસ કટીંગના મશીનમાં ખેંચાઈ જતા મહિલાનું ચગદાઈ જવાથી મોત…

Charotar Sandesh

આગામી તહેવારોને ધ્યાને લઈ જિલ્લામાં લાગુ કરાયેલ હથિયારબંધી : ઉલ્‍લંઘન કરનાર વ્‍યકિત શિક્ષાને પાત્ર થશે

Charotar Sandesh

વાયુ વાવાઝોડાની અસર : રાજ્યના ૧૦૮ તાલુકાઓમાં વરસાદની ઝલક જોવા મળી…

Charotar Sandesh