આણંદ : સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીથી અને કોરોના વાયરસ ને ધ્યાન મા રાખી ને સાદગી પુર્વક સાંકર-બોર વર્ષા ઉજવવામા આવી. શ્રી ગણેશદાસજી મહારાજ સહીત સંતરામ મંદિરની વિવિધ શાખાના સંત-મહંત વિશેષ ઉપસ્થિત રહ્યા અને મહા-આરતીનો લાભ લીધો. ઉમરેઠ સંતરામ મંદિરમાં છેલ્લા કેટલાય વર્ષો થી પોષી પૂનમના દિવસે સાંકર-બોર ઉછામણી કરવાની પરંપરા છે.
-
સંતાન બોલતું થાય તેની માનતા પુરી કરવા મોટી સંખ્યામાં માતા – પિતા બોર ઉછામણી કરે છે…
એક માન્યતા છે કે બાળક તેની ઉંમર પ્રમાણે બોલતુ ન હોય તો સંતરામ મંદિરમાં સાકર-બોર વર્ષા કરવાની બાધા રાખવામાં આવે તો તે બાળક જલ્દી બોલત્તું થાય છે. ભક્તો ધ્વારા સાંકર બોર ઉછામણી કરવાની બાધા રાખી હતી તો કેટલાય લોકોએ બાધા પૂર્ણ કરવા માટે સંતરામ મંદિરમાં સાંકર બોર વર્ષા કરી હતી. બાળકોને જલ્દી બોલતા થાય માટે આવા બાળકોના માતા પિતા સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે, તે મહીમા દ્વારા સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર વર્ષા કરવામા આવે છે.