નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ અને બોલિવૂડની એક્ટર્સ વચ્ચે કનેક્શન ખૂબ જ લોકપ્રિય રહ્યું છે. જેમાં શર્મિલા ટેગોર અને નવાબ મંસૂર અલી ખાન પટૌદીથી લઈ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લવ સ્ટોરી સામેલ છે. ફિલ્મ એક્ટ્રેસ અને ક્રિકેટર્સ વચ્ચે એફયર્સ મોટાભાગે લગ્ન સુધી પહોંચ્યા. પરંતુ ઘણા એવા પણ રહ્યા જેમનો પ્રેમ મુકમ્મલ ન થઈ શક્યો. પરંતુ હવે વધુ એક ક્રિકેટર અને એક્ટ્રેસના અફેરની ચર્ચા ચારેકોર થઈ રહી છે.
મીડિયા સૂત્રો મુજબ એક્ટ્રેસ મોનિકા બેદી હાલ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનને ડેટ કરી રહી છે અને બંને એકબીજા સાથે વધુ સમય પસાર કરી રહ્યા છે. અઝહરુદ્દીન અને મોનિકા બેદીના એફરની વાતો ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે મોનિકા બેદી અઝહરુદ્દીનના દીકરાના લગ્નમાં ખાસ મહેમાન તરીકે સામેલ થઈ હતી. આપને જણાવી દઈએ કે આ પહેલા મોનિકા બેદીનું નામ અંડરવર્લ્ડ ડોન અબૂ સલેમ સાથે ઘણું ચર્ચામાં રહ્યું હતું.
જ્યારે બીજી તરફ અઝહરુદ્દીન પણ આ પહેલા બે લગ્ન કરી ચૂક્યા છે અને બંને તલાક સુધી પહોંચ્યા હતા. પહેલી પત્ની સાથે તલાક બાદ અઝહરુદ્દીને બોલિવૂડ એક્ટ્રેસ સંગીતા બિજલાની સાથે વર્ષ ૧૯૯૬માં લગ્ન કર્યા હતા. પરંતુ પછી મતભેદ થતા બંનેએ ૨૦૧૦માં છૂટાછેડા લીધા હતા.