Charotar Sandesh
બોલિવૂડ

એક્શન સિનમાં સોનુ સૂદ પર હાથ ઉગામવાનો ચિરંજીવીનો ઇનકાર…

મુંબઈ : બોલિવૂડના એક્ટર સોનુ સૂદે આ વર્ષે કોરોના અને ત્યાર બાદ લાદવામાં આવેલા લોકડાઉનમાં પ્રવાસી મજૂરો અને જરૂરતમંદો માટે એટલી મહેનત કરી છે અને તેમના માટે પરોપકારી કાર્યો કર્યા છે કે લોકો તેને ભગવાન માનવા લાગ્યા છે. આ મદદનો સિલસિલો હજી પણ જારી જ છે. સોનુ લોકો માટે દેવદૂત બનીને સામે આવ્યો હોય તેમ ઘણાનું માનવું છે. તમામ લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે અને આ બાબતની તેની પ્રોફેશનલ લાઇપ પર પણ અસર પડી છે. કોરોના કાળ અગાઉ સોનુ સૂદ ચરિત્ર અભિનેતા કે વિલનના રોલ કરતો હતો પરંતુ હવે તેની લીડ રોલ મળવા લાગ્યા છે.
તેણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હવે મારી પ્રોફેશનલ લાઇફ બદલાઈ ગઈ છે અને મારી વિલનની ઇમેજમાં ફરક પડી ગયો છે.સોનુએ સિમ્બા, અરુંધતી અને રાજકુમાર જેવી ફિલ્મોમાં વિલનના રોલ કર્યા હતા.તેણે કહ્યું કે હવે મને હિરોના રોલ મળે છે.મને ચાર પાંચ મજબૂત સ્ક્રીપ્ટ મળી છે. આ નવી શરૂઆત છે, નવી પિચ છે. આ વાત રસપ્રદ બની રહેશે. સોનુ સૂદની આગામી તેલુગુ ફિલ્મ આચાર્ય અંગે તેણે વાત કરતાં કહ્યું હતું કે અમે એક એક્શન સિકવન્સ કરી રહ્યા હતા. ચિરંજીવીએ કહ્યું કે આ સિનમાં તારી હાજરી અમારા માટે પરેશાની બની રહે છે મ કે હું આ સિનમાં તારી પર હાથ ઉગામી શકતો નથી.
હું આમ કરીશ તો લોકો મને શ્રાપ આપશે. અગાઉ એક સિન એવો હતો જેમાં સોનુ સૂદ જમીન પર પડેલો છે અને ચિરંજીવી તેની ઉપર પગ રાખે છે પરંતુ આ સિન પણ બદલવો પડ્યો હતો. તેનું ફરીથી શૂટિંગ કરવું પડ્યું હતું. આ ઉપરાંત પણ એક તેલુગુ ફિલ્મમાં નવી ઇમેજને ધ્યાનમાં રાખીને સ્ક્રીપ્ટ બદલવી પડી હોવાનું સોનુએ ઉમેર્યું હતું.

Related posts

હાર્દિક પંડ્યાને છોડી ઉર્વશી રૌતેલા પંતને ડેટ કરી રહી છે..?!!

Charotar Sandesh

દેશમાં ૧૮ ઓક્સિજન પ્લાન્ટ લગાવશે સોનુ સૂદ : કર્ણાટકથી કરશે શરૂઆત…

Charotar Sandesh

પ્રભાસની ફિલ્મના એક સીન શૂટ માટે અધધ..૧.૫ કરોડ ખર્ચ કરવામાં આવ્યો…

Charotar Sandesh