Charotar Sandesh
ઈન્ડિયા

એક સલામ કલેક્ટરને : પોતાની ઓફિસમાંથી એસી કઢાવી બાળકોની હોસ્પિટલમાં ફીટ કરાવ્યું…

  • હોસ્પિટલમાં દાખલ એક બાળકની મદદ માટે જિલ્લાના કલેક્ટરે સરાહનીય કામ કર્યું છે

  • કલેક્ટરની ચારેબાજુ પ્રશંસા થઇ…

ભોપાલ,
સમગ્ર ઉત્તર ભારત ગરમીને કારણે બેહાલ છે. મધ્ય પ્રદેશનું ઉમરિયા પણ હાલ પ્રચંડ ગરમીના કારણે તપી રહ્યું છે. આ ગરમીમાં બાળકોની સ્કૂલો તો બંધ છે, પરંતુ હોસ્પિટલો તપી રહી છે. તાર અને લૂને કારણે જિલ્લાનું તાપમાન ૪૨થી ૪૫ ડિગ્રીની આસપાસ છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકો બીમારી સામે તો લડી જ રહ્યા છે, સાથે જ ગરમીનો પણ તેમણે સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ એક બાળકની મદદ માટે જિલ્લાના કલેક્ટરે સરાહનીય કામ કર્યું છે. તેમણે પોતાની ઓફિસમાંથી એસી કઢાવીને બાળકોની હોસ્પિટલમાં લગાવડાવી દીધું છે.

રિપોર્ટ અનુસાર, ઉમરિયા જિલ્લામાં બાળકોનું પોષણ પુનર્વાસ કેન્દ્ર આવેલું છે. અહીં શારીરિકરીતે નબળાં અને પોષણની ઉણપ સામે લડી રહેલા નવજાત બાળકોની સારવાર કરવામાં આવે છે. ગરમીને કારણે બાળકોની હાલત ખૂબ જ નાજુક હતી. તેને જોતા જિલ્લા કલેક્ટર સ્વરોચિષ સોમવંશીએ પોતાની ચેમ્બર અને ઓફિસમાં લગાડેલા ૪ એસીને ત્યાંથી કઢાવીને બાળકોની આ હોસ્પિટલમાં લગાવડાવી દીધા.

ઉમરિયાના કલેક્ટર સ્વરોચિષ સોમવંશીએ કહ્યું હતું કે, આ અચાનકથી લેવામાં આવેલો નિર્ણય હતો, એનઆરસી બિલ્ડિંગની અંદર ખરેખર ખૂબ જ ગરમી હતી, અમે લોકો એસી અરેન્જ કરી રહ્યા છીએ, પરંતુ અમે અનુભવ્યું કે અહીં તાત્કાલિક ધોરણે એસી લગાવવાની જરૂર છે, કારણ કે ત્યાં બાળકો હતા. એનઆરસીમાં ૪ બ્લોક છે, અમે તમામમાં એસી લગાવડાવી દીધા છે.

કલેક્ટરના આ પગલાંના બાળકોના માતા-પિતા વખાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, પંખામાંથી આવતી ગરમ હવા બાળકોની તબિયતને વધુ ખરાબ કરી રહી હતી, પરંતુ હવે તેમને રાહત મળી રહી છે.

Related posts

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ MCLRમાં ૦.૦૫ ટકાનો ઘટાડો કર્યો…

Charotar Sandesh

ભાજપના લોકો દૂધે ધોયેલા નથી, મહારાષ્ટ્ર સરકાર બરાબર ચાલી રહી છેઃ ઉધ્ધવ ઠાકરે

Charotar Sandesh

બંગાળમાં મમતાની બલ્લે બલ્લે, તમિલનાડુમાં DMKનો ડંકો, અસમમાં NDAની વાપસી…

Charotar Sandesh