USA : અમેરિકામાં H1B વીઝા ધારક કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. ઓબામાના શાસનકાળ દરમિયાન H1B વીઝા ધરાવતા કર્મચારીઓના સ્પાઉન્સની યુએસમાં વર્ક પરમિટને રદ કરવાની અરજીને યુએસની કોર્ટે ફગાવી દીધી છે. આ ચુકાદાને પગલે લાખો ભારતીય કર્મચારીઓને લાભ થશે. H1B વીઝા એ નોન ઈમિગ્રન્ટ વીઝા છે જેના દ્વારા ભારતીય કર્મચારીઓ યુએસ સ્થિત કંપનીમાં વિદેશી કર્મચારી તરીકે નોકરી કરી શકે છે.
૨૦૧૫માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુરોગામી બરાક ઓબામાએ H1B વીઝા ધરાવતા કર્ચમારીઓના પતિ કે પત્ની એવા H1B વીઝા ધારકોને વર્ક પરમિટની મંજૂરી આપી હતી. આ મંજૂરીનો સૌથી વધુ લાભ ભારતીય કર્મચારીઓની મહિલાઓને થતો હતો. પરંતુ યુએસના કેટલાક કર્મીઓએ આ વિશેષ મંજૂરીનો ટ્રમ્પ પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો હતો. કોલમ્બિયા જિલ્લાની યુએસ કોર્ટ ઓફ અપીલ્સના ત્રણ જજોની બેન્ચે શુક્રવારે આ કેસ ફરી નીચલી કોર્ટને મોકલી આપ્યો હતો અને આ કેસમાં જિલ્લા કોર્ટને કેસનું ઝિણવટભર્યું પૃથ્થકરણ કરી ત્યારબાદ મેરિટ નક્કી કરવા જણાવ્યું હતું.
યુએસના સેવ્સ જોબ્સ દ્વારા એક અરજી કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે, H1B વીઝા ધારકોને વર્ક પરમિટની મંજૂરીને પગલે તેમની છટણી કરી દેવામાં આવી હતી.
- Nilesh Patel