મુંબઈ : કંગના છેલ્લા કેટલાક દિવસથી તેનો પાસપોર્ટ રિન્યૂ ન થવાને કારણે ચર્ચામાં હતી, પરંતુ હવે તેનો પાસપોર્ટ રિન્યૂ થઈ ગયો છે. કંગનાએ આ વાતની જાણકારી તેના સો.મીડિયા એકાઉન્ટ પર આપી છે. પોસ્ટ શેર કરીને એક્ટ્રેસ પોતાની ખુશી જાહેર કરી છે.
કંગનાએ એક તસવીર શેર કરીને ઇન્સ્ટાગ્રામ પર પાસપોર્ટ રિન્યૂ થઈ ગયો હોવાની માહિતી આપી છે. કંગનાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ’ મને મારો પાસપોર્ટ મળી ગયો… તમારી ચિંતા અને શુભેચ્છાઓ બદલ તમારો આભાર. ચીફ હું જલ્દી તમારી સાથે હોઈશ. આ પોસ્ટમાં કંગનાએ રજનીશ ઘાઈને ટેગ કર્યા છે અને ઈંડ્ઢરટ્ઠટ્ઠાટ્ઠઙ્ઘ પણ લખ્યું છે. આ તસવીરમાં કંગનાની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. છેલ્લાં કેટલાક દિવસોથી કંગના પાસપોર્ટ રિન્યૂને લઈને ખૂબ જ પરેશાન હતી, જેનું દર્દ તેણે સો.મીડિયા પર પણ શેર કર્યું હતું.
કંગનાએ અગાઉ કહ્યું હતું, તેણે એવી નકારાત્મક લાગણીઓ અનુભવી જાણે કે તે ’ડેડ એન્ડમાં અટકી ગઈ હોય’. આ અઠવાડિયાની શરૂઆતમાં કંગનાએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે મુંબઇની સ્થાનિક પાસપોર્ટ ઓથોરિટીએ તેના વિરુદ્ધ મુંબઈ પોલીસ દ્વારા નોંધાવેલી એફઆઈઆરને કારણે તેના પાસપોર્ટને રિન્યૂ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ કેસની સુનાવણી ૨૫ જૂન સુધી મુલતવી રાખવામાં આવી.
કંગના ટૂંક સમયમાં રજનીશ ઘાઈ દ્વારા દિગ્દર્શિત જાસૂસ થ્રિલર ’ધાકડ’નું શૂટિંગ ફરી શરૂ કરશે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ મહત્વની ભૂમિકામાં છે. અગાઉના એક નિવેદનમાં, કંગનાએ ધાકડને એક પ્રકારની મહિલા પ્રધાન એક્શન ફિલ્મ કહી હતી. જે ભવ્ય ધોરણે બનાવવામાં આવી રહી છે. તેણે કહ્યું, ’જો દર્શકોને આ ફિલ્મ પસંદ આવશે તો ભારતીય સિનેમામાં મહિલાઓની પાછળ જોવાની જરૂર નહીં પડે.