Charotar Sandesh
બોલિવૂડ

કંગના રનૌતે રસુલના ટવિટને લઇ વડાપ્રધાન મોદી પાસે ખુલાસો માગ્યો…

મુંબઈ : સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો તેમની સાથે થયેલી દુર્ઘટનાઓ શેર કરી રહ્યા છે. તેઓ ઇન્ડસ્ટ્રીના પોતા ખરાબ પાસાઓ પર પણ અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. તાજેતરમાં સંગીતકાર એ આર રહેમાને કહ્યું હતું કે બોલિવૂડમાં એક ગેંગ છે જે તેમની વિરુદ્ધમાં કામ કરી રહી છે જેને કારણે તે હિન્દી ફિલ્મોમાં કામ કરી શકતા નથી. ફિલ્મ ડાયરેક્ટર શેખર કપૂરે આ વિશે વાત કરતા કહ્યું કે આવું એટલા માટે છે કે તમે ઓસ્કાર જીતીને સાબિત કર્યું છે કે તમે બોલિવૂડ કરતા ખૂબ સારા છો અને ઇન્ડસ્ટ્રીના લોકો તેનાથી રાહત અનુભવતા નથી. રહેમાન બાદ ઓસ્કાર એવોર્ડ વિજેતા સાઉન્ડ ડિઝાઇનર અને એડિટર રસુલ પુકુટીએ તેમની સાથે થયેલા દુર્વ્યવહાર અંગે ટિ્‌વટ કરી હતી.
હવે કંગના રનૌતે રસુલના ટવિટને ફરીથી ટવિટ કરતા દેશના વડાપ્રધાન મોદી પાસે આ બાબતે ખુલાસો માગ્યો છે. કંગનાની ડિજિટલ ટીમે લખ્યું છે કે ‘મણિકર્ણિકા’ ફિલ્મના રિલીઝના સપ્તાહમાં જ્યારે આખી ઇન્ડસ્ટ્રી કંગનાને ઘેરી વળી હતી ત્યારે રસુલે કંગના સાથે એક કલાકથી પણ વધુ સમય સુધી વાત કરી હતી. તેણે કંગનાની ફિલ્મની ફક્ત પ્રશંસા જ કરી ન હતી પરંતુ ઓસ્કાર એવોર્ડ જીત્યા પછી મળેલા બુલિંગને કારણે ભાવનાત્મક અને વ્યાવસાયિક સમસ્યાઓ વિશે પણ વાત કરી હતી.
ત્યાર પછીના ટવિટમાં તેમણે એમ લખ્યું હતું કે કંગના હંમેશાં બોલિવૂડમાં રહેલી બુલિંગ સંસ્કૃતિ વિશે જાણતી હતી પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને હવે જયારે આપણે એક જીવ ગુમાવ્યો છે ત્યારે તે બાબતો હજી પણ વર્તુળમાં ફરતી રહે છે. શું અમારા માટે કોઈ આશા બચી છે ઁર્સ્ં ભારત?

Related posts

મને ડર છે કે પુરાવા સાથે ચેડા થઇ શકે છેઃ સુશાંતની બહેનનો વડાપ્રધાનને પત્ર…

Charotar Sandesh

હું ખરેખર તો બહુ શાંત છું, ઘમંડી નથી : વાણી કપૂર

Charotar Sandesh

કિયારા બૉયફ્રેન્ડ સિદ્વાર્થ મલ્હોત્રા સાથે માલદીવમાં વેકેશન માળવા ગઈ…

Charotar Sandesh