Charotar Sandesh
બોલિવૂડ

કંગના રનૌતે વડાપ્રધાન મોદીને આપેલી સલાહનું ટ્‌વીટ થયું વાયરલ…

મુંબઈ : બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા દ્વારા તમામ મુદ્દા પર બિનધાસ્ત પોતાના મંતવ્યો આપતી હોય છે. વીતેલા દિવસોમાં ટિ્‌વટર છોડીને ઇશારો કરતાં દેશી કૂ એપ પર શિફ્ટ થવાની વાત હી છે. હવે કંગના રનૌતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટિ્‌વટર પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે. કંગના રનૌતે પોતાના ટિ્‌વટર હેન્ડલ પર લખ્યું કે આદરણીય પ્રધાનમંત્રીજી જે ભૂલ મહાન યૌદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ જી એ કરી હતી તે બિલકુલ ના કરતા.
એ ભૂલનું નામ હતું માફીપટિ્‌વટર ગમે તેટલી માફી માંગે બિલકુલ માફ ના કરતાં. તેણે ભારતમાં ગૃહ યુદ્ધ માટે ષડયંત્ર રચ્યું છે. આની પહેલાં કંગના રનૌતે કૂ એપના વખાણ કરતાં લખ્યું હતું કે તારો સમય ખત્મ થઇ ગયો છે ટિ્‌વટર, હવે કૂ એપ પર શિફ્ટ થવાનો સમય આવી ગયો છે. ત્યાં પોતાના એકાઉન્ટ અંગે તમામની સાથે માહિતી શેર કરીશું. આપણા દેશમાં બનેલી કૂ એપનો ઉપયોગ કરવા માટે ખૂબ ઉત્સાહિત છું.
આપને જણાવી દઇએ કે કંગના રનૌતે ટિ્‌વટરના સીઇઓ જૈક ડોર્સીને ટેગ કરતાં એક ટ્‌વીટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે તમને ચીફ જસ્ટિસ કોણે બનાવ્યો? કેટલીક વખત તમે લોકો પણ ગેંગ બનાવી લો છો અને હેડમાસ્ટર બની જાઓ છો? કેટલીક વખત તો સંસદમાં પસંદ કર્યા વગરના સાંસદ પણ. એટલું જ નહીં કેટલીક વખત તો તમે પ્રધાનમંત્રીની જેમ દેખાડો કરો છો. તમે છો કોણ? કેટલાંક નશેડી લોકો આપણને કંટ્રોલ કરવા માંગે છે જૈક.

Related posts

નેહા કક્કર-રોહન પ્રીત સિંહના લગ્નની વિધિઓ શરૂ, મહેંદી-હલ્દી સેરેમનીની તસવીરો વાઈરલ

Charotar Sandesh

કરણ જૌહર, તાપસી પન્નૂએ દૈનિક મજૂરોને મદદ કરવાનો સંકલ્પ લીધો…

Charotar Sandesh

હાથરસ ગેન્ગરેપની ઘટના પર ભડક્યુ બૉલીવુડ, દોષીઓને કડક સજા કરવાની માંગ કરી

Charotar Sandesh