મુંબઈ : અભિનેત્રી કંગના રનૌતે જ્યારથી કિસાન આંદોલનને લઈને ટિ્વટ કરવાનું શરૂ કર્યું છે. તેમનો વિરોધ સતત વધી રહ્યો છે. પહેલા જે લડાઈ કંગના અને ડિલજીત દોસાંઝની વચ્ચે જોવા મળી રહી હતી. તેમાં હવે કેટલાક સેલિબ્રિટીઓ જોડાઈ ગયા છે. મોટા સ્ટાર્સ હવે કંગનાના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે. અને તેમને ભાષા ઉપર સંયમ રાખવાની સલાહ આપી રહ્યા છે. હવે ગાયક મીકા સિંહે પણ કંગના રનૌતને સલાહ આપી છે. તેણે કંગનાને સતત સોશિયલ મીડિયામાં નિવેદનબાજી કરવાનું પસંદ નથી આવી રહ્યું. તેમની નજરોમાં હવે કંગના રનૌતે માત્રને માત્ર પોતાની એક્ટિંગ તરફ કામ કરવું જોઈએ. આ વિશે મીકા સિંહે કહ્યું હતું કે, બેટા તારો ટાર્ગેટ શું છે, એ વાત તો નથી સમજાતી. તમે ખુબ જ હોશિયાર અને સુંદર છો.
તો પછી તમે માત્ર એક્ટિંગ જ કરોને. અચાનક આટલી દેશભક્તિ તે પણ ટિ્વટર અને ન્યૂઝ ઉપર. મીકા સિંહે વધુ એક ટિ્વટ કરીને કંગના રનૌતને આ નિવેદનબાજીની જગ્યાએ કંઈ સારૂ કરવાની વાત કરી છે. તેમના મુજબ તેમની ટીમ દરરોજ ૫ લાખથી વધારે લોકોને જમાડી રહી છે. તે ઈચ્છે છે કે જો કંગના ૨૦ લોકોને પણ જો જમાડી દે તો પણ મોટી વાત છે. મીકાએ વધુમાં કહ્યું કે, સોશિયલ મીડિયામાં શેરની બનવું આસાન છે પરંતુ આવા કામ કરવા મુશ્કેલ છે. મીકાની તરફથી આ ટિ્વટ ત્યારે આવ્યું છે જ્યારે કંગના રનૌતે કહ્યું હતું કે, દરેક તેને નિશાના પર લઈ રહ્યા છે. દરેક તેમની વિરૂદ્ધ કેસ નોંધાવી રહ્યા છે.
કંગના લખ્યુ હતું કે, ફિલ્મ માફિયાઓએ મારી વિરૂદ્ધ કેટલાક કેસ કરી દીધા છે. કાલે રાત્રે જાવેદ અખ્તરે પણ કેસ નોંધાવ્યો છે. મહારાષ્ટ્ર સરકાર એક કેસ ફાઈલ કરી રહી છે. હવે પંજાબની કોંગ્રેસ પણ ગેંગનો ભાગ બની ચૂકી છે. લાગે છે કે મને મહાન બનાવીને જ તેને શાંતિ મળશે. હવે જ્યારે કંગનાનું આ ટિ્વટ વાયરલ થયું તો તેના પછી મીકા સિંહની તરફથી સલાહ આપવામાં આવી હતી.