મુંબઈ : કંગના રનૌત સ્ટારર ‘પંગા’ ફિલ્મના ટ્રેલર લોન્ચની ડેટ અનાઉન્સ થઇ છે. કંગનાના સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરીને ફિલ્મની ટ્રેલર લોન્ચની ડેટ જાહેર કરવામાં આવી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે, ‘પંગા લેને વાલે કભી હાર નહીં માનતે ઔર કરકે દિખાતે હૈ.’ આ ફિલ્મને અશ્વિની ઐયરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં કંગના રનૌત કબડ્ડી પ્લેયરનો રોલ નિભાવી રહી છે.
ફિલ્મની સ્ટોરી કબડ્ડીની આસપાસ ફરે છે સાથે સાથે તેમાં પારિવારિક મૂલ્યો, સંબંધોને પણ સમાવી લેવામાં આવ્યા છે. કંગનાએ રોલને ન્યાય આપવા માટે વજન વધાર્યું હતું. એથ્લેટિકના રોલને ન્યાય આપવા માટે ખાસ સાથળ આસપાસ વજન વધાર્યું હતું. આ ફિલ્મમાં જેસી ગિલ, રિચા ચઢ્ઢા અને નીના ગુપ્તા પણ સામેલ છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ દિલ્હી, કોલકત્તા, ભોપાલમાં અને મુંબઈમાં થયું છે. પંગા ફિલ્મ ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ રિલીઝ થવાની છે.