ઋત્વીક રોશને કંગના રનૌતની ‘મેંટલ હૈ ક્્યા’ સાથે ટક્કર ટાળવા પોતાની ફિલ્મ ‘સુપર ૩૦’ની રિલીઝ ડેટ હાલ ટાળી દિધી છે. આ પહેલા ઋત્વીકની આ બહુ ચર્ચીત ફિલ્મ ૨૬ જુલાઈએ રિલીઝ થવાની હતી. ઋત્વીકે આ અંગે જાણકારી તેના સોશિયલ મીડિયા પર આપી હતી. ઋત્વીકે પોસ્ટ કરીને જણાવ્યુ હતુ કે હું માનસિક તકલીફોથી બચવા આવું કરી રહ્યો છુ. ઋત્વીકે આ પોસ્ટ પર કંગના રનૌત પર નિશાન સાધતા હતુ કે શા માટે તે તમામ લોકો સામે રોઈ કરગરીને પોતાની દર્દભરી કહાની સંભળાવી રહી છે
ઋત્વીક રોશને આ મામલે મૌન તોડ્યુ હતુ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ઋત્વીકે ટ્વીટ કરી લખ્યુ હતુ કે હું મીડિયા સર્કસને પ્રભાવિત કરવા નથી માંગતો. આ જ કારણે હું મારી ફિલ્મ ‘સુપર ૩૦’ની રિલીઝ ડેટ ટાળી રહ્યો છુ. આવું હું મારી માનસિક શાંતી માટે કરી રહ્યો છુ.
કંગનાએ ટ્વીટ કરી કે થોડા સમય પહેલા ઋત્વીક રોશન અને મધુ મનતેના એકતા કપૂર સાથે મળીને એ નક્કી કર્યુ હતુ કે ફિલ્મ ‘સુપર ૩૦’ની રિલીઝ ડેટ હાલ થોડી પાછળ ધકેલવામાં આવે. આ નક્કી જ હતુ. ત્યારબાદ જ કંગના રનૌતની ‘મેંટલ હૈ ક્્યા’ ૨૬ જુલાઈએ રિલીઝ થવાની વાત જાહેર થઈ હતી.