મુંબઇ : કપિલ શર્માનો કૉમેડી શૉ દર્શકોને ભરપુર મનોરંજન પુરુ પાડી રહ્યો છે અને તેની ટીમ હસવા પર મજબૂર કરી દે છે. જો કે કપિલ શર્માની આ મજબૂત ટીમ હવે તૂટતી જોવા મળી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ ભારતી સિંહને કપિલ શર્માના શૉમાંથી નીકાળવા અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
જો કે આ પ્રથમ વખત નથી, જ્યાર કપિલની ટીમ તૂટી રહી હોય. અગાઉ પણ શૉના કલાકારોએ સામે ચાલીને શૉ છોડ્યો છે અથવા તો તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.
મેકર્સ ભારતી સિંહને શૉમાં રાખીને કોઈ પણ પ્રકારનો વિવાદ નથી ઈચ્છતાં. તેઓ આ શૉને એક ફેમિલી શૉ તરીકે પ્રમોટ કરે છે. એવામાં ભારતીની શૉમાં હાજરીને તેઓ યોગ્ય નથી સમજી રહ્યાં.
કપિલ શર્માના શૉથી સૌ પ્રથમ સુનિલ ગ્રોવર દૂર થઈ ગયો હતો. સુનિલ કપિલના શૉનો સૌથી મહત્વનો હિસ્સો હતો. ગુત્થીથી લઈને મશહુર ગુલાટી સુધી તેના દરેક કેરેક્ટરને લોકો આજે પણ યાદ કરી રહ્યાં છે. જો કે જ્યારે કપિલની ટીમ વિદેશમાં કાર્યક્રમ માટે જઈ રહી હતી, ત્યારે કપિલ અને સુનિલ વચ્ચે ફ્લાઈટમાં બોલાચાલી થઈ ગઈ હતી. જે બાદ સુનિલ ગ્રોવેર સામે ચાલીને કપિલનો શૉ છેડી દીધો.
કૉમેડી નાઈટ્સમાં બુઆની ભૂમિકા ભજવનારી ઉપાસના સિંહ પણ કપિલ શર્માનો શૉ છોડી ચૂકી છે. જ્યારે સુનિલ ગ્રોવરે શૉ છોડ્યો, ત્યારે જ ઉપસનાએ પણ કપિલ શર્માના શૉથી એક્ઝિટ કરી લીધી.