લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં ૫૧ બેઠકો પર મતદાન થયુ હતુ. ત્યારે હાઈ પ્રોફાઈલ અમેઠી બેઠક પર વોટિંગની સાથે શાબ્દક લડાઈ પણ શરુ થઈ ગઈ છે. રાહુલના સંસદીય ક્ષેત્રમાં તેમની સામે ચૂંટણી લડી રહેલાં કેન્દ્રય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક વીડિયો પર રાહુલ ગાંધીને નિશાન પર લીધા છે. સ્મૃતિનો આરોપ છે કે અમેઠીમાં રાહુલ બૂથ કેપ્ચરિંગની કોશીશોમાં વ્યસ્ત છે.
અમેઠીમાં એક વૃદ્ધ મહિલાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે આરોપ લગાવી રહી છે કે તેની પાસે જબરજસ્તી કોંગ્રેસને વોટ અપાવવામાં આવ્યો છે. સ્મૃતિએ આ વીડિયો દ્વારા રાહુલ પર સવાલ ઉઠાવ્યો છે, અને ચૂંટણી પંચને ટ્વીટર પર ફરિયાદ કરી છે. આ વીડિયોને જ્રૈદ્બ_ફસ્ટ્ઠરીજરુટ્ઠિૈ નામના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરાયો છે, જેમાં ગૌરીગંજના ગુજરટોલા બુથ નંબર ૩૧૬માં એક અધિકારીએ વોટિંગ કરવા ગયેલા વૃદ્ધા પાસે જબરજસ્તી કોંગ્રેસને મત અપાવ્યો હોવાનો દાવો કરાયો છે.
સ્મૃતિએ કોંગ્રેસ પર હલકી કક્ષાનું રાજકારણ કરવાનો આરોપ મૂકતા છે કે અમેઠીમાં એક વ્યક્તનો હોસ્પટલમાં માત્ર એટલા માટે ઈલાજ ન કરાયો કારણકે તેની પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હતું, અને આ હોસ્પટલમાં રાહુલ ગાંધી ટ્રસ્ટી છે.
પ્રિયંકા ગાંધી પર પણ વરસતા સ્મૃતિ ઈરાનીએ હતું કે, પાંચ વર્ષ પહેલા પ્રિયંકાને મારું નામ પણ ખબર નહોતી. આજે તેઓ મારું નામ જ લેતા રહે છે. આજકાલ તે પોતાના પતિનું નામ પણ મારા નામ કરતા ઓછું લે છે. બીજી તરફ, જે વ્યÂક્તનું મોત થયાનો સ્મૃતિએ દાવો કર્યો છે તે હોસ્પટલના ડિરેક્ટરે આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે.