Charotar Sandesh
ઈન્ડિયા

કર્ણાટકમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીના મોતથી ખળભળાટ…

ભારતમાં કોરોના વાયરસનો હાહાકાર : કુલ ૬૨ કેસ નોંધાયા…

પૂનામાં ૫, કેરળમાં છ તેમજ કર્ણાટકમાં ચાર નવા કેસની પુષ્ટિ…

ન્યુ દિલ્હી : આજે કોરોના વાયરસના કારણે ભારતમાં પ્રથમ શંકાસ્પદ મોત થયું છે. કર્ણાટકના કલબુર્ગી-ગુલબર્ગા જિલ્લામાં કોવિડ-૧૯ના પોઝિટિવ કેસ ધરાવતાં વૃદ્ધનું મોત થયું છે.

માહિતી મુજબ કર્ણાટકમાં કોરોના વાયરસના કારણે પ્રથમ શંકાસ્પદ મોત થયું છે. કર્ણાટક આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.

ચીનથી શરૂ થયેલા કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ભારતમાં પણ કોરોનાનો કેર વધી રહ્યો છે.. દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના દર્દીઓની સંખ્યા હવે ૬૨ પર પહોંચી છે. પૂનામાં કોરોના વાઈરસના ૫ કેસ પોઝિટિવ મળ્યાં છે. પુણેમાં કોરોના વાઈરસ કોવિડ-૧૯ના બે દર્દીઓના સંપર્કમાં આવ્યા બાદ વધુ ૩ લોકોમાં તેના લક્ષણો જોવા મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, પુણેના પતિ અને પત્ની દુબઈથી ભારત પરત આવ્યા ત્યારે કોરોનાની પુષ્ટિ કરવામાં આવી હતી. રાજસ્થાનના જયપુરમાં બુધવારે સંક્રમણનો વધુ એક કેસ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, યુવક ૨૮ ફેબ્રુઆરીએ દુબઈથી પાછો આવ્યો હતો.
બાદમાં બન્નેના સંપર્કમાં આવેલા ૩ લોકોને પણ નાયડુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પુણેમાં અત્યાર સુધીમાં ૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ૧૯ શંકાસ્પદ લોકોની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત કેરળમાં પણ વધુ બે નવા કેસ સામે આવ્યા છે. કેરળમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના ૧૪ કેસની પુષ્ટિ થઈ છે. કર્ણાટકમાં પણ કોરોના વાઈરસના ૩ નવા કેસ નોંધાયા છે. જેથી ભારતમાં કોરોનાના કેસની સંખ્યા વધીને ૫૧ થઈ ગઈ છે.

કેરળમાં સંક્રમિત દર્દીઓનો આંકડો ૧૪ને પાર…
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મંગળવારે કહ્યું રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમણના ૧૪ મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. તેના ખતરાને જોતા સાતમુ ધોરણ સુધીના કલાસની પરીક્ષાઓ ૩૧ માર્ચ સુધી સ્થગિત રહેશે. જ્યારે ધોરણ ૮,૯ અને ૧૦ની પરિક્ષાઓ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર થશે. ૩૧ માર્ચ સુધી ટયુશન ક્લાસ, આંગણવાડી, મદરેસા બંધ કરાવવામાં આવી છે. ૧૧-૩૧ માર્ચ સુધી થિએટર બંધ રહેશે.

Related posts

સુશાંતસિંહ કેસમાં ‘સુપ્રીમ’ ચુકાદો : મહારાષ્ટ્ર સરકારને ફટકો, CBIને તપાસ સોંપાઈ…

Charotar Sandesh

હવે GST વધારાનો મોટો ડોઝ આપવાની તૈયારીમાં : દૂધ, ફ્રુટ, ડ્રાયફ્રુટ, શાકભાજી પર આવશે GST…

Charotar Sandesh

સંજય ગાંધીની વેબ સિરિઝમાં અક્ષય ખન્ના ચમકશે

Charotar Sandesh