સુપ્રિમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી…
છૂટાછેડાથી માતા-પિતાની જવાબદારી પૂરી થતી નથી, કેસમાં માતા જીતે કે પછી પિતા, પરંતુ બાળક હંમેશા હારે છે…
ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વની ટીપ્પણી કરતાં કહ્યું છે કે કબજાની લડાઈમાં હંમેશા નુકસાન બાળકનું જ થાય છે. બાળકે તેની મોટી કિંમત ચૂકવવી પડે છે કેમ કે આ દરમિયાન તે પોતાના માતા-પિતાના પ્રેમ અને સ્નેહથી વંચિત રહી જાય છે. જોવા જેવી વાત એ છે કે આ લડાઈમાં બાળકની કોઈ ભૂલ પણ નથી હોતી. અદાલતે કહ્યું કે લવિચ્છેદથી માતા-પિતાની બાળક પ્રત્યેની જવાબદારી ખતમ થઈ જતી નથી.
જસ્ટિસ એ.એમ.ખાનવીલકર અને અજય રસ્તોગીની પીઠે કહ્યું કે કસ્ટડીના મામલા પર ચુકાદો આપતી વખતે અદાલતોએ બાળકના હિતને ધ્યાનમાં રાખવું જોઈએ કેમ કે કસ્ટડીની લડાઈમાં તે પીડિત છે.
જો મધ્યસ્થતાની પ્રક્રિયાના માધ્યમથી વૈવાહિક વિવાદનો ઉકેલ ન આવે તો અદાલતોએ પોતે જ આ મામલાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. પીઠે લાંબા સમયથી વૈવાહિક વિવાદનો સામનો કરી રહેલા દંપતિના મામલે સુનાવણી કરતાં આ ટીપ્પણીઓ કરી હતી. કસ્ટડીના મામલામાં કોણ જીતે છે તેનાથી કોઈ મતલબ નથી પરંતુ નુકસાન બાળકને જાય છે તે નિતિ છે.
અદાલતે કહ્યું કે આ વિવાદની સૌથી મોટી કિંમત બાળકે ચૂકવવી પડે છે કેમ કે યારે અદાલત પોતાની ન્યાયિક પ્રક્રિયા દરમિયાન તેને કહે છે કે તે માતા-પિતામાંથી કોની સાથે જવા માગે છે ત્યારે બાળક તૂટી જાય છે. પીઠે પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા વૈવાહિક વિવાદ પર ટીપ્પણી કરતાં કહ્યું કે આ પ્રકારના વિવાદથી માતા-પિતાની તેના બાળક પ્રત્યેની જવાબદારી ખતમ થઈ જતી નથી.