મુંબઇ : કાર્તિક આર્યન પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ૨ મિનિટ અને ૨૪ સેકન્ડનો એક વીડિયો શેર કર્યો છે. જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન પણ પીએમ નરેન્દ્ર મોદીના જનતા કર્ફ્યૂની અપીલને લઇને લોકોને ટ્વીટ કરી છે. સાથે જ કાર્તિક આર્યને કંઇક તેવું કર્યું છે કે લોકો તેમની વાહ વાહી પોકારી રહ્યા છે. પ્યાર કા પંચનામાં મોનોલોગ માટે જાણીતા કાર્તિક આર્યને કોરોના વાયરસને લઇને પણ એક ખાસ મોનોલોગ બનાવ્યો છે. જે માટે કાર્તિક આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે મિનિય ૨૪ સેકન્ડનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં લોકોને કોરોના વાયરસથી બચવા માટે ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. અને લોકોથી દૂરી બનાવાનું પણ કહેવામાં આવ્યું છે. આ વીડિયોમાં તેમણે લોકો પણ તે વાત માટે ગુસ્સો પણ કર્યો છે કે તે કોરોના જેવી બિમારીને ગંભીરતાથી નથી લેતા.
વધુમાં વીડિયો શેર કરતા કાર્તિકે કહ્યું છે કે “કોરોના સ્ટોપ કરો ના..મેરી સ્ટાઇલ મેં મેરી અપીલ. હવે તો સોશિયલ ડિસ્ટેંસિંગ જ છે એકમાત્ર ઉપાય. નરેન્દ્ર મોદીજી અમે તમારી સાથે છીએ સર” વીડિયોમાં લોકોને કોરોના અને તેને લગતી સાવચેતીને ગંભીરતાથી લેવાની વાત કહી છે. વળી બીજા દેશોના લોકોએ જે ભૂલ કરી તે આપણે ના કરીએ તેમ પણ કહ્યું છે.