હવે પોતાના શૂટિંગથી લીક્ડ સીન અને નવા-નવા પોસ્ટર્સના લીધે ચર્ચામાં રહેલી મોસ્ટ અવેટેડ ફિલ્મ ’પતિ પત્ની ઔર વો’નું ટ્રેલર હવે રિલીઝ થઇ ચૂક્યું છે. કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ પતિ પત્ની ઔર વો’ ને સવારે એક રસપ્રદ પોસ્ટર સાથે લોકોને હસાવ્યા અને ટ્રેલરે લોકોને લોથપોથ કરી રહ્યું છે. જ્યાં કાર્તિક આર્યન પહેલીવાર મૂંછ સાથે ધમાકો કરવાના છે. તો બીજી તરફ ભૂમિ પેડનેકર ફરી એકવાર એક અલગ અંદાજમાં લોકોને પોતાના અંદાજમાં પોતાના દીવાના બનાવવા માટે તૈયાર છે. અનન્યા પાંડે હંમેશાની માફક એકદમ ગોર્જિયસ જોવા મળી રહી છે.
આ ફિલ્મ જે વર્ષ ૧૯૭૮માં આવેલી બી.આર ચોપડાની ’પતિ પત્નિ અને વો’નું રૂપાંતરણ છે. પ્રોડક્શન હાઉસ ટી-સીરીઝ અને બીઆર સ્ટૂડિયોઝએ તાજેતરમાં શેર કર્યો કે ઘણી ફિલ્મો પર ડીલ કરવા માટે આવી રહી છે. આ ફિલ્મ એક એકસ્ટ્રા-મેરિટીયલ અફેરને કોમિક અંદાજમાં રજૂ કરવાનો પ્રયત્ન હતો. ફિલ્મમાં સંજીવ કુમાર અને તેમની પત્ની શારદા (વિદ્યા સિન્હા) પરણિત પ્રેમી જોડાના રૂપમાં જોઇ શકાય છે. જોકે નોકરીમાં પ્રમોશન અને ગ્રોથની સાથે જ કામમાં મદદ માટે મળેલી સેક્રેટરી નિર્મલા (રંજીતા કૌર) સાથે પ્રેમ કરવા લાગે છે. પતિ પત્નિ ઔર વો’નું ૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ રિલીઝ થવા જઇ રહી છે.