આજે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેની સામાન્ય જનજીવન પર માઠી અસર વર્તાઈ રહી છે ત્યારે ખાનપાનના પરિવર્તનો અને જીવનશૈલી ગત ફેરફાર દ્વારા હિટવેવથી રક્ષણ મેળવી શકાય છે. ગરમીમાં સ્વસ્થ રહેવા આયુર્વેદમાં વર્ણવેલા સૂચનો ને અનુસરવા આયુષ નિયામક ડૉ દિનેશચંદ્ર પંડ્યા દ્વારા જણાવાયું છે.
જીવન શૈલીમાં શું ફેરફાર કરશો?
- તડકો, ગરમ પવનથી દૂર રહેવું
- બપોરે કુદરતી ઠંડા વાતાવરણમાં રહેવું
- રાત્રે અગાસી કે ધાબા પર સૂવું
- ખાસ કરીને સુતરાઉ અને સફેદ રંગના વસ્ત્રો પહેરવા
- તડકામાં નીકળો ત્યારે માથું અને હાથ-પગ વગેરે ખુલ્લા અવયવો ભીના કપડાંથી ઢાંકીને નીકળવું
- તડકામાંથી તાત્કાલિક ઠંડકવાળા વાતાવરણમાં જવું નહીં, હાથ-પગ-મોં ધોવા નહીં
- તડકામાંથી આવીને તાત્કાલિક પાણી પીવું નહીં
- સવારે કેસૂડાના ફૂલ નાખેલ પાણીથી નહાવું
- કસરત (ખાસ કરીને વેઇટ-લિફ્ટિંગ) ન કરવી
- હળવા અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા
- ઉનાળામાં દિવસે થોડો સમય (૧૫ થી ૩૦ મિનિટ) સુવાની છૂટ છે.