આણંદ : તા. ૧૪/૧૧/૨૦૨૦ કાળી ચૌદશના શનિવારે વેહલી સવારે ૩ વાગે સ્વયંભુ લાંભવેલ હનુમાનજી દાદા ની મંગળા આરતીના દીવ્ય દર્શનનો અનેરો મહિમા હોય છે, જેનો લાભ લેવા ભાવિક ભકતો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
લાંભવેલ હનુમાનજી મંદિર કમિટી તથા પૂજારી મંડળ અને લાંભવેલ યુવક મંડળ દ્વારા દર્શનાર્થીઓ ને કોરોનાકાડ માં દાદા ના સુગમતા થી સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન થાય તે અર્થે ઉત્કૃષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી હતી.
મંદિર ના ટ્રસ્ટી શ્રી ઉમેશભાઇ ઠક્કર, શ્રી પીનાલભાઈ પટેલ, શ્રી વિજયભાઈ, મહેશભાઈ રાઠોડ (સરપંચ શ્રી) સહિત પૂજારી મંડળ ના ક્રાંતિકારી ઉપપ્રમુખ શ્રી કશ્યપભાઈ, મયુભાઈ, ચિરાગભાઈ, ચિન્મયભાઈ, રાજાભાઈ, ગોવિંદભાઈ, પારસભાઈ, અને વીષ્ણુભાઈ સહીત લભવેલ ગામ ના ૪૫ જેટલા ઉત્સાહી યુવકો, પોલીસ પ્રશાસન મંદિર ના કર્મચારીઓ સાથે મળીને આ પ્રસંગ ને સફળ બનાવવા રાતદિવસ ખડેપગે મહેનત કરી હતી.
હાલમાં જ નવા ટ્રસ્ટી મંડળ અને પુજારી મંડળમાં ઉત્સાહી નવયુવાનો ની વરણી કરવામા આવી છે. મંદિર કમિટી દ્વારા દર્શન ની આટલી સુંદર વ્યવસ્થા બદલ દર્શનાર્થીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા હતા.
લાંભવેલ હનુમાનજી ટેમ્પલ કમિટી વતી ટ્રસ્ટી શ્રી ઉમેશભાઇ એ સેવામાં સહભાગી થયેલા નામી અનામી સેવાભાવી ભવિક ભક્તો નો નત મસ્તકે આભાર વ્યક્ત કર્યો હતો.