Charotar Sandesh
ઈન્ડિયા ઓટો બિઝનેસ

કાશ્મીર ઇફેક્ટ : સેન્સેક્સ ૪૧૮ અંક ગબડી ૩૬૬૯૯ની સપાટીએ બંધ…

એક સમયે સેન્સેક્સ ૬૦૦ અને નિફ્ટી ૨૦૦ અંક પટકાયા હતા…

મુંબઇ,
ભારતીય શેરબજાર આજે ગગડીને બંધ થયું છે. ટ્રેડિંગ દિવસના અંતે સેન્સેક્સ ૪૧૮.૩૮ અંક ગગડીને એટલે કે ૧.૧૩ ટકા ગગડી ૩૬,૬૯૯.૮૪ પર જ્યારે નિફ્ટી ૧૩૪.૭૫ અંક એટલે કે ૧.૨૩ ટકા પટાકઈને ૧૦,૮૬૨.૩૮ના લેવલે બંધ આવ્યા છે. જ્યારે કારોબાર દરમિયાન આજે સેન્સેક્સ ૬૦૦ અંક જ્યારે નિફ્ટી ૨૦૦ અંક પટાકાયા હતા.
આપને જણાવી દઈએ કે આજે જમ્મુ-કાશ્મીરમાંથી ૩૫છ અને કલમ ૩૭૦ હટાવવા માટે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેની અસર સંપૂર્ણ દેશા સાથે શેરબજાર પર પણ જોવા મળી. ઉપરાંત વૈશ્વિક સ્તરે અમેરિકા અને ચીન ટ્રેડ વોર, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ અને કંપનીઓના ત્રીમાસિકગાળાના પરિણામ પણ શેરબજાર પર માઠી અસર કરી હતી. બીએસઈ સ્મોકકેપ ઇન્ડેક્સ ૧.૬૯ ટકા જ્યારે મિડકેપ ઈન્ડેક્સમાં ૧.૨૬ ટકાનો ઘટાડો નોંધાયો.
બીએસઇ મિડકેપ અને બીએસઇ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૧૯ ટકા અને ૧.૭૦ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
ચીનનો યુઆન અમેરિકન ડોલર સામે દાયકામાં પ્રથમવાર ૭ની મનોવૈજ્ઞાનિક સપાટીથી વધુ ઘટતાં શેરબજારોમાં વેચાવલી જોવા મળી હતી. ચીનની આયાત પર ડોનાલ્ડ ટ્રમ્પે ૧૦ ટકા ટેરિફ લાદતાં યૂઆન ગગડ્યો હતો. આ ઉપરાંત એફપીઆઇએસના આઉટફ્લોને કારણે પણ બજાર વધુ ગગડ્યું હતું. ચીનની આયાત પર ડોનાલ્ડ ટ્રમ્પે ૧૦ ટકા ટેરિફ લાદતાં યૂઆન ગગડ્યો હતો.ભારતીય રૂપિયો પણ આજે ડોલર સામે ૭૦.૪૯ના મે મહિનાની નીચી સપાટીએ આવી ગયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારની કાશ્મીરમાં વિશેષ અધિકારનો દરજ્જો રદ કરતી દરખાસ્ત પગલે અનિશ્ચતતાની આશંકાથી બજારમાં ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી.
આજે બીએસઇમાં યસ બેન્ક ૮.૨૭ ટકા જ્યારે ટાટા મોટર્સ ૫.૨૧ ટકા, પાવરગ્રીડ ૪.૫૪ ટકા, ગ્રાસિમ ૪.૧૩ ટકા, ગેઈલ ૩.૮૮ ટકા ઘટીને બંધ રહ્યા હતા.

Related posts

જય હો : ભારતે લખ્યો સુવર્ણ અક્ષરે ઈતિહાસ : ચંદ્રમાની ધરતી પર ઉતર્યું ચંદ્રયાન-૩

Charotar Sandesh

‘ચોકીદાર ચોર હૈ’ને બદલે જ્યારે રાહુલની સભામાં લાગ્યા ‘મોદી ઝિંદાબાદ’ના નારા

Charotar Sandesh

ઘરમાં પડી હતી દીકરાની લાશ છતા, પહેલા કર્યું મતદાન પછી ગયા સ્મશાન

Charotar Sandesh