Charotar Sandesh
વર્લ્ડ

કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો, ઈમરાનની યુદ્ધની ધમકી હાસ્યાસ્પદ : અમેરિકી સાંસદ

ઈમરાન ખાન નફરત અને ખોટી નિવેદનબાજીઓ કરવાનું બંધ કરે : રૉ ખન્ના

વૉશિંગ્ટન,
ભારતીય મૂળના અમેરિકન સાંસદ રો ખન્ના (રોહિત ખન્ના)એ કાશ્મીરને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે. કલમ ૩૭૦ હટાવ્યા બાદ પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને સંયુકત રાષ્ટ્રમાં ઉઠાવ્યો હતો. તેના પર ખન્નાએ પાકિસ્તાનના વડાપ્રધાનને આડા હાથે લીધા. તેમણે કહ્યું કે ઇમરાન ખાનને અસભ્ય અને નફરત ભરેલી નિવેદનબાજી પર લગામ લગાવી જોઇએ. ઇમરાને પાછલા દિવસોમાં પોતાના એક નિવેદનમાં પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી.
અમેરિકામાં બીજી વખત ડેમોક્રેટિક સાંસદ તરીકે પસંદ કરાયેલા ખન્ના કેલિફોર્નિયામાં ભારતીયવંશીઓના કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમણે કહ્યું કે ભારતીય લોકતંત્રમાં કાશ્મીરનું સ્થાન અગત્યનું છે. આથી ઇમરાન ખાન નિવેદનોમાં ગુસ્સાને ઠંડો કરે અને કોઇ વિવાદ કે યુદ્ધની સ્થિતિને પ્રોત્સાહિત ના કરે. તેમના દ્વારા ભારતની સાથે જંગની વાત કહેવી ખૂબ જ હાસ્યાસ્પદ છે. આ સિવાય કાર્યક્રમમાં હાજર કાશ્મીરી મૂળના લોકોએ ગરીબી અને આતંકવાદ સાથે લોકતાંત્રિક રીતે સમાધાનને લઇ ભારત સરકારના વખાણ કર્યા.
ઇમરાને મૈક્રોં અને જૉર્ડનના કિંગ સાથે ચર્ચા કરી
બીજીબાજુ પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને સતત આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવાની કોશિષમાં લાગ્યું છે. ઇમરાન ખાને બુધવારના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રોં સાથે ફોન પર ચર્ચા કરી. આ દરમ્યાન ખાન એ કહ્યું કે ભારત દ્વારા ઉઠાવામાં આવેલા પગલાં ક્ષેત્રમાં શાંતિ માટે ખતરો છે. મૈક્રોંએ કાશ્મીર સમસ્યાને શાંતિપૂર્વક ઉકેલવાની વાત કહી છે. આની પહેલાં જી-૭ સમિટ દરમ્યાન મોદી અને મૈક્રોંની મુલાકાત થઇ હતી. તેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સ્પષ્ટપણે કહ્યું હતું કે કાશ્મીર ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે અને કોઇ ત્રીજો દેશ તેમાં હસ્તક્ષેપ કરવા માંગતો નથી. ઇમરાને જૉર્ડનના કિંગ અબ્દુલ્લા સાથે પણ વાત કરી.

  • Nilesh Patel

Related posts

ટૂંક સમયમાં અમેરિકા ચીનની વિરુદ્ધ વધુ આકરા પ્રતિબંધો મૂકશે : વ્હાઇટ હાઉસ

Charotar Sandesh

અમેરિકાના વોશીંગ્ટન ડીસીમાં આવેલા ભારતીય રેસ્ટોરન્ટમાં ICEની રેડ

Charotar Sandesh

કોરોનાએ બુલેટ ટ્રેનની ઝડપ પકડી : ૧૦૦ કલાકમાં ૧૦ લાખ પોઝિટિવ કેસ

Charotar Sandesh